Gujarat

યાત્રાધામ અંબાજીના મુખ્ય માર્કેટ અંધકારમાં જાણે તંત્ર જોઈ રહ્યું છે અકસ્માત ની રાહા

*માર્ગો ની સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં સ્થાનિક તંત્ર ની નિંદ્રા ક્યારે જાગશે*
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે અનેક દર્શનાર્થીઓ રાત્રિ રોકાણ પણ કરતા હોય છે. અંબાજીમાં રાત્રે દરમિયાન સ્ટ્રીટ લાઈટો બંધ હાલત મા જોવા મળી રહી છે. જેના લીધે રાત્રિના સમયે આવતા જતા યાત્રાળેલું અને સ્થાનિકો મા ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. યાત્રાધામ અંબાજીમાં કરોડો રૂપિયાના ખર્ચે અનેકો વિકાસના કામો કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ હેઠળ થવાના છે. પણ અંબાજી ની અમુક સમસ્યાઓ ના નિરાકરણ લાવવા માટે સ્થાનિક તંત્ર નબડુ સાબિત થઈ રહ્યું છે. યાત્રાધામ અંબાજીમાં મુખ્ય માર્ગો સહિત ના માર્ગો પર સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળી રહી છે તો રાત્રિના સમયે જાહેર માર્ગો અંધકાર મા છવાયા જોવા મળી રહ્યા છે. જેના કારણે અંબાજી રાત્રિના સમયે આવતા યાત્રાળુઓ અને સ્થાનિકો માં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મુખ્ય માર્ગો સહિતના માર્ગો પર સ્ટેટ લાઇટો બંધ હોવાના કારણે અંબાજી મા રાત્રિના સમયે અંધેર નગરી મા ફેરવાઈ જાય છે. અને રાત્રિના સમયે આ અંધારપટ નો ફાયદો અનેક અસામાજિક તત્વો દ્વારા ઉઠાવી શકે છે. સ્થાનિક તંત્ર યાત્રાધામ અંબાજી ને અંધારપટ માંથી ક્યારે રોશની તરફ લઈ જશે અને પોતાના કામગીરી ક્યારે સમજી સ્ટેટ લાઈટો ચાલુ કરશે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

IMG_20230629_230109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *