નેપાળે એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટની પહેલી જ મેચમાં ઈતિહાસ રચ્યો હતો. નેપાળની ટીમે મોંગોલિયા સામે ૨૦ ઓવરમાં ૩ વિકેટ ગુમાવીને ૩૧૪ રન બનાવ્યા છે. ઈન્ટરનેશનલ ્૨૦ના ઈતિહાસમાં આ સૌથી મોટો સ્કોર છે. નેપાળ ્૨૦માં ૩૦૦ પ્લસ સ્કોર કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે. આ રેસમાં અગાઉ અફઘાનિસ્તાન પહેલા નંબર પર હતી જ્યારે તે પછી શ્રીલંકા અને ભારતનો સમાવેશ થાય છે, પરંતુ આમાંથી કોઈ ટીમો પોતાનો સ્કોર ૩૦૦ને પાર કરાવવામાં સફળ થઈ નથી.
અફઘાનિસ્તાને આયર્લેન્ડ સામે દેહરાદુનમાં ફેબ્રુઆરી ૨૦૧૯માં રમાયેલી મેચમાં ૨૭૮ રન બનાવ્યા હતા. સૌથી વધુ ્૨૦ રન બનાવવાની સાથે ટીમે ઘણાં રેકોર્ડ્સ ઉભા કર્યા છે.. નેપાળના બેટ્સમેન કુશલ મલ્લાએ ૨૦ના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી પણ ફટકારી છે. તેણે માત્ર ૩૪ બોલમાં સદી ફટકારી છે. આ સિવાય દીપેન્દ્ર સિંહ એરીએ પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, તેણે ્૨૦ની સૌથી ઝડપી ફિફ્ટી માત્ર ૯ બોલમાં ફટકારી છે. દીપેન્દ્રએ તેના પ્રથમ ૬ બોલમાં ૬ છગ્ગા ફટકાર્યા હતા. દીપેન્દ્રએ ૧૦ બોલમાં અણનમ ૫૨ રન બનાવ્યા હતા. આ અડધી સદીમાં ૮ છગ્ગાનો સામાવેશ થાય છે. દીપેન્દ્ર સિંહે પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહના ્૨૦માં સૌથી ઝડપી ફિફ્ટીનો રેકોર્ડ તોડી નાખ્યો છે.
યુવરાજે ૨૦૦૭ ્૨૦ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડ સામે ૧૨ બોલમાં અડધી સદી ફટકારી હતી. આ જ મેચમાં યુવરાજે સ્ટુઅર્ટ બ્રોડની એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી હતી.. નેપાળના બેટ્સમેનોએ મેચમાં કુલ ૨૬ છગ્ગા અને ૧૪ ચોગ્ગા ફટકારીને ૩૧૪ રન બનાવ્યા હતા. એટલે કે નેપાળે બાઉન્ડ્રીથી જ ૨૧૨ રન બનાવ્યા. કુશલ મલ્લાએ ૫૦ બોલમાં ૧૩૭ રનની અણનમ ઇનિંગ રમી હતી. તેણે ૧૨ છગ્ગા અને ૮ ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન કુશલનો સ્ટ્રાઈક રેટ ૨૩૭ હતો. આ સિવાય દીપેન્દ્ર સિંહે પણ ૫૨૦ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.
આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં ૩ વનડે સિરીઝની અંતિમ મેચ રમાવાની છે. ભારતે પહેલી બે મેચ જીતીને સિરીઝ પર કબજાે કરી લીધો છે ત્યારે આજે બન્ને ટીમો વચ્ચે ઔપચારિક મેચ રમાઈ રહી છે. નોંધનીય છે કે ભારતમાં વર્લ્ડકપની શરુઆતને ૧૦ દિવસ કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે.

