ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા
આજરોજ લીલીયા તાલુકાના રેશનીંગ સંચાલકોએ અસહકાર ચળવળ અંતર્ગત સપ્ટેમ્બર 2023 નો જથ્થો નહીં ઉપાડવો અને સપ્ટેમ્બર 2023 માસમાં જથ્થાનું વિતરણ કરવું નહીં તેવા રાજ્ય એસોસિએશનના આદેશ અનુસાર લીલીયા તાલુકાના રેશનીંગ ધારકોએ આવેદનપત્ર પાઠવી જણાવ્યું હતું કે અમારા રેશનીંગ ના દુકાનદારોની વિવિધ પડતર માંગણીઓને લઈ રાજ્યના અમારા બંને એસોસિએશન ને અગાઉ રાજ્ય સરકાર સાથે બેઠક યોજાઇ હતી તેમજ મુખ્યમંત્રી ને તારીખ 4/8/2023 ના રોજ રજૂઆત કરેલી છે આ સિવાય વધુમાં વિવિધ માંગણીઓ જેવી કે મિનિમમ 20,000 કમિશન તથા 1% ટકા જેટલી ઘટ આપવા બાબતે ગાંધી ચિંધ્યા માર્ગે જવાની પણ ચીમકી ઉચ્ચારી હતી રાજ્ય સરકારની ચૂંટણી અગાઉ અમારી માંગણીઓ ઉપર હકારાત્મક આશ્વાસન આપવામાં આવેલ હતું ત્યારબાદ હાલ આજ દિવસ સુધી સરકાર દ્વારા કોઈ હકારાત્મક નિર્ણય લેવામાં આવેલ ના હોય આવી કારમી મોંઘવારીમાં નજીવા કમિશનમાં દુકાનદારો દુકાન ચલાવતા હોય પોતાના કુટુંબનું ભરણપોષણ પણ કરી શકતા ન હોય ના છૂટકે મજબૂરી પૂર્વક રાજ્ય સરકારની સામે અમારી માંગણીઓ સંતોષાય નહીં ત્યાં સુધી આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ઉપાડાશે નહીં કે વિતરણ કરાશે નહીં તેવું રેશનિગ સંચાલકો દ્વારા મામલતદાર લીલીયા ને આવેદન પત્ર પાઠવવામાં આવેલ આ તકે શશીકાંતભાઈ હેલૈયા રાજુભાઈ સેજપાલ પ્રિયલ પરબતાણી ભરતભાઈ ધામત કાદર ભાઈ ધાનાણી સહિત ના રેશનીગ ધારકો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવેલ તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે


