ગુજરાત સરકારના સહકાર વિભાગે હાલ સપાટો બોલાવ્યો છે. ઘણી સહકારી સંસ્થાઓ માત્ર કાગળ પર જ ચાલતી હોય છે. જાેકે, વાસ્તવિક રીતે તેનું કોઈ કામ હોતું નથી. છેલ્લાં ૧૦ વર્ષથી કોઈ કામગીરી ન કરતી હોય તેવી ૫૦૬ સહકારી મંડળી રાજ્ય સરકારે રદ કરી દીધી છે. સહકાર વિભાગે બિનકાર્યરત ૬૧૧૬ મંડળીની તપાસ કરી અંતે આ ર્નિણય કર્યો છે. ઉલ્લેખનીય છેકે, ધિરાણ, બિયારણ સહિતની વિવિધ પ્રવૃત્તિ કરી ૭૫,૯૬૭ મંડળીઓ હાલ ગુજરાતમાં કાર્યરત છે. રાજ્યના સહકાર વિભાગે બિનકાર્યરત છે હજાર મંડળી સાથે ચર્ચા કર્યા બાદ મંડળીઓને ફરી કાર્યરત કરવામાં આવી છે.
આ પૈકી ૭૦૪ મંડળીઓ હતી કે, જેમની પર લોન હોય અથવા તો તેમણે લોન આપી હોય આવા સંજાેગોમાં તેને સીધી બંધ કરી શકાય નહીં એટલે તેમને ફડચામાં નાખવામાં આવે તેવો ર્નિણય કરવામાં આવ્યો હતો. મહત્ત્વનું છેકે, હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં કુલ ૭૫,૯૬૭ સહકારીઓ છે. આ સહકારી ૪૬૩ મંડળીઓમાંથી કેટલી કાર્યરત છે એવી અને કેટલી બિનકાર્યરત છે તેની તપાસ રાજ્યના સહકાર વિભાગે હાથ ધરી હતી. આ તપાસમાં ૬૧૧૬ બિન કાર્યરત જણાઇ હતી.
જેના પગલે ૫૦૬ સહકારી મંડળીઓને રદ કરી નાખવાનો રાજ્યના સહકાર વિભાગે ર્નિણય લીધો છે. આ મુદ્દે સહકાર મંત્રી જગદિશ વિશ્વકર્માએ જણાવ્યુંકે, છેલ્લાં ૧૦ વર્ષથી માત્ર કાગળ પર ચાલતી સહકારી મંડળીઓને રદ કરવાનો રાજ્ય સરકારે ર્નિણય લીધો છે.

