Delhi

આ ક્રિકેટરે ૨૬ વર્ષની ઉંમરે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી

નવીદિલ્હી
ટીમ ઈન્ડિયાના ઘણા ખેલાડીઓ આયર્લેન્ડ સામેની ટી-૨૦ શ્રેણીમાં ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહ્યા છે. જેમાં રિંકુ સિંહથી લઈને જીતેશ શર્માનો સમાવેશ થાય છે. આ દરમિયાન ૈંઁન્માં વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમી રહેલા ઓલરાઉન્ડર વનિન્દુ હસરંગાએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તમને જણાવી દઈએ કે, લેગ સ્પિનરે શ્રીલંકા ક્રિકેટ બોર્ડને આ અંગેની માહિતી આપી છે અને બોર્ડે પણ તેનો સ્વીકાર કર્યો છે. હસરંગાની ટેસ્ટ કારકિર્દીની વાત કરીએ તો તેણે ૪ મેચમાં ૪ વિકેટ ઝડપી અને અડધી સદીની મદદથી ૧૯૬ રન બનાવ્યા. હસરંગાએ વનડે અને ટી-૨૦માં ઓલરાઉન્ડર તરીકે અજાયબીઓ કરી છે. છેલ્લા ૧૫ દિવસમાં ૮ ક્રિકેટરોએ નિવૃત્તિની જાહેરાત કરી છે. શ્રીલંકા ક્રિકેટે કહ્યું કે, વાનિન્દુ હસરંગાએ ૧૫ ઓગસ્ટે બોર્ડને ટેસ્ટ ક્રિકેટ છોડવાની જાણ કરી હતી. બોર્ડના સીઈઓ એશ્લે ડી’સિલ્વાએ કહ્યું કે, અમે તેમનો ર્નિણય સ્વીકારીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે, તે સફેદ બોલ ક્રિકેટમાં અમારી ટીમનો મહત્વપૂર્ણ ભાગ બની રહેશે. તે જાણીતું છે કે, હસરંગાએ છેલ્લી ટેસ્ટ ૨ વર્ષ પહેલા ૨૦૨૧માં રમી હતી. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૦૦થી વધુ વિકેટ ઉપરાંત તેણે ૨૬૦૦થી વધુ રન પણ બનાવ્યા છે. આજે સમગ્ર વિશ્વમાં ્‌૨૦ લીગ રમાઈ રહી છે. આમાંથી ક્રિકેટરો સારી કમાણી કરી રહ્યા છે. ટેસ્ટ ક્રિકેટ પર તેની ખરાબ અસર પડી રહી છે. ઘણા ભૂતપૂર્વ દિગ્ગજાેએ પણ આના પર પ્રશ્નો ઉઠાવ્યા છે. ૩૧ જુલાઈના રોજ એશિઝ સિરીઝ સમાપ્ત થયા પછી, ઝડપી બોલર સ્ટુઅર્ટ બ્રોડે નિવૃત્તિ લીધી. તેના સાથી ખેલાડી મોઈન અલીએ પણ ફરીથી ટેસ્ટમાં વાપસી કરવાનો ઇનકાર કર્યો હતો. ભારતીય વિકેટકીપર પુનીત બિષ્ટ, ઈંગ્લેન્ડના ડેશિંગ બેટ્‌સમેન એલેક્સ હેલ્સ, નેપાળના પૂર્વ કેપ્ટન જ્ઞાનેન્દ્ર મલ્લા, ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર સ્ટીવન ફિન અને ભારતીય ક્રિકેટ મનોજ તિવારીએ તાજેતરમાં જ નિવૃત્તિ લીધી છે. જાેકે, મનોજ તિવારીએ પણ નિવૃત્તિના થોડા કલાકો બાદ પરત ફરવાની જાહેરાત કરી હતી. વન-ડે અને ટી-૨૦માં વનિન્દુ હસરંગાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. તેણે ટૂંકા ફોર્મેટમાં કારકિર્દી વધારવા માટે જ ટેસ્ટને અલવિદા કહ્યું. હસરંગાએ ૪૮ વનડેમાં ૪ અડધી સદીની મદદથી ૮૩૨ રન બનાવ્યા છે. ૬૭ વિકેટ પણ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૨૪ રનમાં ૬ વિકેટ હતું. જ્યારે ્‌૨૦ ઈન્ટરનેશનલમાં વનિન્દુ હસરંગાએ ૫૮ મેચમાં ૫૩૩ રન બનાવ્યા છે. ૧૬ની એવરેજથી ૯૧ વિકેટ પણ લીધી છે. ૯ રન આપીને ૪ વિકેટ શ્રેષ્ઠ પ્રદર્શન છે. વનિન્દુ હસરંગાના એકંદર ્‌૨૦ રેકોર્ડ પર નજર કરીએ તો તેણે ૧૫૫ મેચમાં ૭ અડધી સદીની મદદથી ૧૬૯૩ રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટ ૧૪૨ છે, જે ઉત્તમ છે. આ સિવાય ૧૮ની એવરેજથી ૨૦૮ વિકેટ પણ લીધી છે. ૧૮ રનમાં ૫ વિકેટ શ્રેષ્ઠ છે. જાેકે ચાહકોને હસરંગાનું ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહેવું પસંદ નહોતું. ૈંઝ્રઝ્રૈંએ હસરંગાની નિવૃત્તિ અંગે સોશિયલ મીડિયા પર માહિતી આપી છે. તેના પર એકે લખ્યું કે, ક્રિકેટનું સર્વશ્રેષ્ઠ ફોર્મેટ મરી રહ્યું છે. તાજેતરમાં જ વર્લ્ડ કપના ક્વોલિફાયરમાં હસરંગાએ શાનદાર પ્રદર્શન કરતા સૌથી વધુ ૨૨ વિકેટ ઝડપી હતી.

File-01-Page-23.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *