હડિયાણા ગામે શ્રી હાટકેશ્વર મહાદેવ ગોપી મહિલા મંડળ દ્વારા અધિક માસ શ્રlવણ સુદ એકમ થી વદ અમાસ સુધી અધિક માસ દરમિયાન ગોરમાની પૂજનવિધી દરરોજ સવારે કરી ને ધન્યતા અનુભવી છે. અને આજ રોજ અધિક માસ શ્રlવણ વદ અમાસ ના દિવસે બધી ગોપીઓ સાથે મળી ને વિધિવત પૂજનરચના કરી ને સાંજ ના સમયે મહાપ્રસાદ નું સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી. અને મંડળની મહિલાઓ તરફથી ગોરમાની જે પ્રતિષ્ઠા કરી હતી. તેનું વિધિ મુજબ વિસર્જન કરવામાં આવ્યું હતું. અને નજીકના બાલાચડી દરિયામાં પધરાવી ને ધન્યતા અનુવતા ખુશી ખુશી અનુભવી રહ્યા હતા……….
રિપોર્ટર :: શરદ એમ.રાવલ.
તા.જોડિયા. જી.જામનગર.
ગામ :;હડિયાણા………


