TRB જવાન કલેક્ટરને આવેદન પત્ર આપવા પહોંચ્યા હતા. નોકરીમાંથી છૂટા કરવાના ર્નિણયનો જવાન વિરોધ કરી રહયા છે. તંત્ર દ્વારા રાતોરાત લેવાયેલા ર્નિણયથી પરિવારો પર સંકટ આવવાની TRB જવાન હૈયાવરાળ ઠાલવી રહ્યા છે. હવે બીજે ક્યાંય નોકરી મેળવવી મુશ્કેલ હોવાની રજુઆત સાથે સરકારે ર્નિણય પર ફેરવિચારણા કરવી જાેઇએ તેવી માંગ કરી હતી. કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ TRB જવાનો સુરતમાં ભાજપ કાર્યાલય પર પહોંચ્યા હતા TRB જવાનોએ શહેર ભાજપ પ્રમુખને પણ આવેદન આપ્યું અને સરકારમાં રજૂઆત કરીને ર્નિણય પરત ખેંચવા વિનંતી કરી હતી. સમગ્ર મામલે શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરાએ પણ ્ઇમ્ જવાનોની માગ સરકારમાં પહોંચાડવાની હૈયાધારણા આપી હતી.

