Gujarat

દીન દયાળ સ્પર્શ યોજના અંતર્ગત બાળકોને વાર્ષિક રૂ.6,000ની સહાય અપાશે

ભારતીય ટપાલ વિભાગ દ્વારા 'ફિલાટેલી વિષય' એટલે કે વિવિધ પ્રકારની પોસ્ટ ટિકિટનું કલેક્શન
ધરાવતા વિધાર્થીઓ માટે શિષ્યવૃત્તિ જાહેર કરવામાં આવી છે. 'દીન દયાળ સ્પર્શ યોજના' અંતર્ગત બાળકોને ફિલાટેલી, ટપાલ
ટિકિટો, સ્ટેમ્પ્ડ એન્વલપ્સ, પોસ્ટમાર્ક, પોસ્ટકાર્ડ અને પોસ્ટલ ડિલિવરી સંબંધિત અન્ય સાધન- સામગ્રીમાં તેમની રુચિ કેળવાય
અને તેમને પ્રોત્સાહન મળી રહે તે હેતુથી શાળાના ધોરણ 6થી 9 માં અભ્યાસ કરતા બાળકોને વાર્ષિક રૂ.6,000 જેટલી સહાય
ચુકવવામાં આવશે.
જેમાં, પ્રાથમિક ધોરણે પસંદગી પામેલા બાળકોને સ્કોલરશીપ આપવામાં આવશે. ઉક્ત યોજના અંગે વધુ માહિતી મેળવવા માટે
જાહેર જનતા અધિક્ષક ડાકઘરની કચેરી, જામનગર હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડીંગ, બીજો માળ, ચાંદીબજાર ખાતે રૂબરૂ સંપર્ક સાધી
શકશે. તેમ અધિક્ષક ડાકઘર, જામનગર વિભાગની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *