ભારતીય જનતા પાર્ટી- ગુજરાત પ્રદેશ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા સદસ્ય પ્રશિક્ષણ વર્ગ ૨૦૨૩ અંતર્ગત માન. પ્રદેશ સંગઠન મહામંત્રીશ્રી રત્નાકરજીની વિશેષ ઉપસ્થિતમાં વડોદરા અને ગાંધીનગરનો પ્રશિક્ષણ વર્ગ ખેડા ખાતે યોજાયો. જેમાં મેયરશ્રી હિતેશભાઈ મકવાણા ઉપસ્થિત રહી કેન્દ્ર અને રાજ્ય સરકારની ગરીબ કલ્યાણકારી યોજના વિશે માહિતી તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગેનું માર્ગદર્શન મેળવ્યું હતું. આ વર્ગમાં ગાંધીનગર અને વડોદરાના પદાધિકારીશ્રીઓ, સંગઠનના હોદેદારશ્રીઓ તેમજ કાઉન્સિલરશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

