Gujarat

જેતપુરના યાત્રાધામ વીરપુર નજીક સીઓ ચેકિંગના બહાને બેફામ ઉઘરાણા.!સામે વાહનચાલકોમાં ઉહાપોહ…

પેટા
ચેકિંગ કરતા અધિકારીઓના નામ પૂછ્યા તો કહ્યું અમારે કોઈને નામ આપવાની જરૂર નથી ! અધિકારીઓ બોગસ કે ચેકિંગ જ બોગસ ? વાહન ચાલકોની તપાસ કરવાની માંગણી…
યાત્રાધામ વિરપૂરના નેશનલ હાઇવે ઉપર આવેલ વછરાજ હોટલ પાસે વિરપુર પોલીસ અને એસટીના અધિકારીઓ સીઓ ચેકિંગના નામે ખાનગી ડ્રેસમાં વાહનોનું ચેકિંગ કરી રહ્યા હતા, એસટીના મહિલા અધિકારીઓ સીઓ ચેકિંગના  નામે પ્રાઇવેટ વાહનોને રોકીને ડ્રાઇવર પાસે આરસી બૂક અને દ્રાઇવીંગ લાઈસન્સની માગણી કરીને ચેક કરી રહ્યા હતાં…! જ્યારે એસટી અધિકારીઓને આવી ખાનગી વાહનો રોકીને ચેકિંગ કરવાની કોઈ સતા જ હોતી નથી,તો  આ અધિકારીઓ તેવો ખાનગી વાહનોને રોકીને શા માટે લાયસન્સ અને આરસી  બૂકનું ચેકિંગ કરી રહયા હતાં તે શંકાસ્પદ જોવા મળ્યું હતું,
સૌથી આચર્યજનકની વાત તો એ જોવા મળી કે વીરપુર નજીક જે લોકો ચેકિંગ કરતા હતા તેઓ કોઈએ કોઈ ખાસ ડ્રેસ પહેર્યા નહોતા. એક મહિલા અધિકારી પણ સાદા ડ્રેસમાં બધા વાહનોને રોકી રહ્યા હતા. આ બધી વર્તણુક શંકાસ્પદ જણાતા વાહનચાલકોએ સ્થાનિક મીડિયાનો સહારો લીધો હતો ત્યારે મીડિયાના પ્રતિનિધિઓ સ્થળ પર પહોચ્યા ત્યારે ચેકિંગ કરતા કહેવાતા સરકારી સ્ટાફે કોઈ યોગ્ય જવાબો આપ્યો ન હતા. જો ખરેખર સરકારી ચેકિંગ કરવામાં આવતું હોય તો પછી વાત છુપાવવા પાછળ કયો આશય હોય શકે તે રાજ્યના વાહન વ્યાવ્હાર નિગમના મંત્રી તેમજ અધિકારીઓએ તાકીદે તપાસવો જોઈએ તેવું વાહન ચાલકો કહે છે.
વાહનચાલકોએ કહ્યું કે બિન ડ્રેસમાં અત્યાર સુધી આવું કોઈ ચેકિંગ કોઈએ કર્યું નથી કેમકે જો કોઈ સરકારી ડિપારમેન્ટના અધિકારીઓ કોઈ સ્થળે વાહન ચેકીંગમાં હોય તો તેમણે પોતાનો ડ્રેસ પહેરેલ હોય છે પરંતુ  અચાનક વીરપુર નજીક ધડાધડ વાહનો રોકવામાં આવતા અને આરસી બુક સહિતનું સાહિત્ય વાહન ચાલક પાસે મંગાતા ચબરાક વાહન ચાલકોને કૈક દાળમાં કાળું લાગ્યું હતું. અહી ચેકિંગ કરતા કહેવાતા સરકારી માણસો સાથે વીરપુર પોલીસનો સ્ટાફ પણ સાદા ડ્રેસમાં હતો ત્યારે વર્દી વગર આમ અચાનક તપાસના નાટક પાછળ સંબંધિતોનો હેતુ ઉઘરાણાનો હતો કે શું ? તે વાતની તપાસ કરવા વાહન ચાલકોએ માંગ કરી છે.
અમારા જાણકાર સુત્રોએ કહ્યું હતું કે સીઓ ચેકિંગ એટલે એસટી તંત્રનો સિક્યુરીટી સ્ટાફ, આરટીઓના અધિકારીઓ અને પોલીસ એમ ત્રણેય સરકારી તંત્રો મળીને સમયાંતરે રોડ ઉપર ચેકિંગ કરે છે. તેને સીઓ ચેકિંગ કહે છે. પણ એસટી તંત્ર જો આવા ચેકીગમાં સામેલ હોય તો તેઓને ખાનગી વાહનો સાથે કોઈ લેવા દેવા નથી. તેઓને માત્ર એસટી બસો જ તપાસવાની હોય છે અથવા તો એસટી બસ સ્ટેન્ડ પાસે થી કોઈ ખાનગી વાહનો એસટીના પેસેન્જરો બેસાળતા હોય તો તેવા વાહનોનું ચેકિંગ કરવામા આવતું હોય છે પણ વીરપુર નજીક તો ઇકો કાર સહિતના નાના મોટા વાહનો અને ટ્રાવેલ્સની બસો પર રોકીને ચેકિંગ કરાતા તંત્રનું આ ચેકિંગમાં આખી દાળ કાળી હોવાનું વાહન ચાલકો કહે છે.
બોક્સ :
એસટીના અધિકારીઓને બસસ્ટેન્ડ નજીક કરવાનું હોય છે ચેકિંગ જાણકાર લોકો કહે છે કે એસટી તંત્રને પોતાની બસો સિવાય ક્યાય ચેકિંગ કરવાનું હોતું નથી. એ સિવાય બસ સ્ટેન્ડ નજીક કોઈ ખાનગી વાહન ચાલકો કે માલિકો બસ સ્ટેન્ડમાં પહોચીને મુસાફરો ખેંચી જાય તો આવા લોકો કે વાહનો સામે પગલાં ભરવાના હોય છે. હાઈવે પર સરેઆમ ઉભા રહીને કોઈ આવું શંકાસ્પદ ચેકિંગ નાં કરી શકે.
બોક્સ
રાજકોટ બસસ્ટેન્ડ નજીક અનેક વાહનોનો જમેલો પણ તંત્ર સુરદાસ ?
રાજકોટના નવા બસ સ્ટેન્ડ પાસે અનેક ખાનગી વાહનો ઉભા હોય છે અને મુસાફરો રીતસરના બસ સ્ટેન્ડમાંથી ખેંચી જાય છે. આ બધું તંત્ર યેનકેન પ્રકારે આંખ આડા કાન કરીને લેટ ગો કરે છે પણ આ વાત પાછળ કોઈકનું આર્થિક હિત સમાયેલું હોવાનો આક્ષેપ થયો છે.
બોક્સ : ખોટું ચેકિંગ હોય તો પગલાં ભરો : વાહન ચાલકો…
જેતપુરના વીરપુર નજીક આજે શંકાસ્પદ શરુ થયેલા અને ચાલેલા ચેકિંગ પાછળ વાસ્તવિકતા શું છે ? આ ચેકિંગ સાચું હતું કે પછી  ઉઘરાણાનો હીન પ્રયાસ થયો ? વિગેરે પ્રશ્નો વાહન ચાલકોમાં ઉપસ્થિત થયા હોવાથી હવે ઉચ્ચ એસટી તંત્રના સત્તાધીશોએ આ વાત તપાસવા માંગ થઇ છે.
બોક્સ:- આ અંગે એસટી વિભાગના રાજકોટ વિભાગીય નિયામક જેબી.કારોતરાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે એસટી વિભાગનું સીઓ ચેકિંગ કરીએ ત્યારે પોલીસે વાહનચાલકો પાસેથી દ્રાઇવીંગ લાઇસન્સ કે અન્ય કાગળો ચેકીંગ કરી શકે એસટી વિભાગના કર્મચારીઓ ન કરી શકે. પરંતુ વીરપુર પાસે જે ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું તેમાં એસટી વિભાગના મહિલા કર્મચારી વાહનચાલકો પાસેથી કાગળો ચેક કરતા તસવીરમાં નજરે પડે છે ત્યારે જોવાનું એ રહ્યું કે એસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓ વીરપુર પાસે ચેકીંગ કરતા એસટી વિભાગના મહિલા કર્મચારી પર કોઈ કાયદાકીય પગલાં ભરસે કે કેમ !? તેવી વાહનચાલકોમાં ચર્ચાઓ જાગી છે.

IMG_20230825_155514.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *