Gujarat

જામનગરમાં વિનોદ ખીમસૂર્યા મેયર અને ક્રિષ્નાબેન સોંઢા ડેપ્યુટી મેયર તરીકે નિમાયા

જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામની જાહેરાત થઇ છે. વિનોદ ખીમસૂર્યા મેયર અને ક્રિષ્નાબેન સોંઢા ડેપ્યુટી મેયર તરીકે નિમાયા છે. સ્ટેન્ડિંગ કમીટિના ચેરમેન તરીકે નિલેશ કગથરાના નામની જાહેરાત કરવામાં આવી છે. જામનગરના દંડક તરીકે કેતન નાખવાની વરણી કરાઇ છે.તો આશિષ જાેષી બન્યા શાસક પક્ષના નેતા બન્યા છે. ૨ સપ્ટેમ્બરે વર્તમાન મેયરની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જામનગરના નવા મેયરનું પદ અનુસૂચિત જાતિ માટે અનામત હોવાથી ભાજપના મોવડી મંડળ માટે પસંદગી થોડી સરળ બની છે. ભાજપમાં અનામત બેઠક પરથી ચૂંટાયેલા ત્રણ કોર્પોરેટર પૈકી પક્ષના એક પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. વિનોદ ખીમસૂર્યા જામનગર વોર્ડ નંબર ૧૬ના કોર્પોરેટર છે. તેમને પહેલેથી જ મેયર પદના મજબૂત દાવેદાર માનવામાં આવી રહ્યા હતા. હવે તેમના નામ પર મહોર લગાવી દેવામાં આવી છે. વિનોદ ખીમસુરિયા સંગઠનમાં હોદ્દેદાર રહી ચુક્યા છે. વહીવટી કુશળતાની સાથે જ પક્ષમાં સૌને સાથે લઈ ચાલવાની આવડતના કારણે પક્ષ દ્વારા તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. જામનગર મહાનગર પાલિકાની ૬૪ પૈકી ૫૦ બેઠક પર ભાજપના કોર્પોરેટર જીતેલા છે. મેયર પદ પર વરણી કરાયેલા વિનોદ ખીમસૂર્યા પ્રથમ વખત જ કોર્પોરેટર બન્યા છે. ભાજપના મોવડીમંડળે અનૂસુચિ જાતિ અનામતમાં પણ આગામી ચૂંટણી અને સ્થાનિક રાજકારણને લઈ પેટા જ્ઞાતિનું સમીકરણ ધ્યાનમાં રાખ્યુ છે. મેયર પદની રેસમાં ચાલી રહેલા ભાજપના ત્રણેય ચહેરા વાલ્મિકી, ચમાર એમ જુદી-જુદી જ્ઞાતિમાંથી હતા. અંતે તેમાં વિનોદ ખીમસૂર્યાના નામની જાહેરાત કરવામાં આવી છે.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *