ગાંધીનગર
ગુજરાત રાજ્યમાં ટૂંક સમયમાં જ વિશ્વકર્મા આયોગ તેમજ વિશ્વકર્મા સ્કીલ યુનિવર્સિટીની સ્થાપના કરવાની જાહેરાત કરતાં લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા એ રાજ્યના મહાનગરોમાં એમ.એસ સેમિનાર યોજવાનું જણાવ્યું હતું.
ગાંધીનગરમાં શનિવારે વિશ્વકર્મા ગ્લોબલ સોસાયટી નાં ઉપક્રમે એક સમારોહ યોજાયો હતો. આ સમારોહનું ઉદઘાટન કરતા લઘુ અને મધ્યમ ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્મા એ ગુજરાતમાં ૬ર્ લાખ જેટલી વસ્તી અને ૧૨ર્ર્ જેટલી સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ ધરાવતા વિશ્વકર્મા વંશજ માટે વિશ્વકર્મા આયોગની સ્થાપના માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત વિશ્વકર્મા સ્કીલ યુનિવર્સિટી માટે જમીન તૈયાર હોવા સાથે દાતાઓ પણ ઉત્સાહિત છે. તેમણે સામાજિક જાગૃતિ લાવવા તેમજ સંગઠનના કામોમાં ઝડપ લાવી ઉદ્યોગ અને મેડિકલ ક્ષેત્રે આયોજનબંધ કામ કરવા અપીલ કરતાં ખાસ કરીને સામાજિક સેવાથી વિમુખ થઈ રહેલા યુવાનોને જાેતરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે બક્ષીપંચ નિગમના પૂર્વ ઉપાધ્યક્ષ ભગવાનદાસ પંચાલે વિવિધ સમિતિઓની રચના કરી આગામી ૧૭ સપ્ટેમ્બરે અમદાવાદમાં રાજ્યકક્ષાનું જાહેરાત કરી હતી. આ સમારોહમાં સીએમ ઓફિસના ઓએસડી એ. બી. પંચાલ તેમજ સામાજિક અગ્રણી કે. ડી. સુથાર અને કે. ડી. પંચાલે પ્રાસંગિક પ્રવચન કરતા સામાજિક અવેરનેસ સાથે કામમાં વાતોના બદલે નક્કર કામગીરી કરી ઝડપ લાવવા અપીલ કરી હતી. આ સંસ્થાના પ્રમુખ રજનીકાંત સુથારે સ્વાગત પ્રવચન કરતા વિશ્વકર્મા આયોગની રચના માટે તૈયાર કરાયેલા ડ્રાફ્ટ વિશે માહિતી આપી હતી. અંતમાં મહામંત્રી પંકજ પંચાલે આભારવિધિ કરી હતી.


