લીલીયા મોટા થી પૂજાપાદર સાવરકુંડલા જવાના માર્ગ પર શ્યામ વાડીની બાજુમાં આવેલ કોઝવે નું કામ પ્લાન એસ્ટીમેટ મુજબ ન થયેલ હોવાની જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિયા ને રાવ કરતા જિલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન ધોરાજીયા તેમજ વિપુલભાઈ દુધાત જેમાં જણાવેલ કે લીલીયા મોટા ગામે ૧૫માં નાણાપંચ (જિલ્લા કક્ષા ૧૦૪ વર્ષ – ૨૦૨૨-૨૪) અંતર્ગત થયેલ કોઝવેના કામમાં સ્થળ પર નિયમોનુસાર કામ થયેલ ન હોય અને પ્લાન, એસ્ટીમેટ મુજબ કામ ન કરી કાયદાની બીક ન હોય તેમ નિયમોનું ઉલ્લંઘન કોન્ટ્રાકટર દ્વારા કરેલ છે અને સદર કામના પ્લાન એસ્ટીમેટમાં સ્ટીલની આઈટમ લીધેલ હોય અને સ્થળ પર કામમાં એકપણ સળીયો સ્ટીલનો નાખવામાં આવેલ નથી સદર લીલીયા – પુંજાપાદર રોડ લીલીયા મોટા ગામની મુખ્ય એન્ટ્રી હોય ભારે વાહનોની અવર જવર ખુબજ રહે છે જેથી સ્ટીલ નહિ નાખવાથી આ કામની ગુણવતા ખુબજ નબળી થયેલ છે અને નિયમોનુસાર CC કામની થીકનેસ પણ ના હોય જેથી જવાબદાર તમામ લોકો સામે નિયમોનુસારના પગલા લેવા માટે લીલીયા ના બંને જિલ્લા પંચાયત સદસ્યો દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ રેખા બેન મોવલીયા ને પત્ર પાઠવવા માં આવેલ છે હવે જોવા નું એ રહ્યું કે જિલ્લા પંચાયત પ્રમુખ આ પત્ર ને કેટલો ગંભીર તાથી લે છે તેમ ઈમરાન પઠાણ ની યાદી માં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન એ પઠાણ
લીલીયા મોટા


