અમરેલી જિલ્લાનું મોટી કુંકાવાવ ગામે શાળા પ્રવેશોત્સવ પ્રસંગે ભકિતનગર અને ઘનશ્યામનગર પ્રાથમિક શાળા તથા આંગણવાડીના બાળકોને વાજતે ગાજતે પ્રવેશ આપવામાં આવ્યો હતો.
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની સમગ્ર રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ 2023નો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભક્તિનગર અને ઘનશ્યામનગર પ્રાથમિક શાળા અને આંગણવાડીમાં પ્રવેશ મેળવનાર બાળકોને જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રેખાબેન મોવલિયા, CRC Co. અમિતભાઈ કરકર, સરપંચશ્રી સંજયભાઈ લાખાણી, ઉપસરપંચ શ્રી દેવેન્દ્રભાઈ ચોવટીયા,પૂર્વ BRC Co. શ્રી ઉદયભાઇ દેસાઈ, પૂર્વ આચાર્ય શ્રી જયંતિભાઈ દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, ભક્તિનગર પ્રા. શાળા આચાર્ય શ્રી અતુલાબેન ધાનાણી, ઘનશ્યામનગર પ્રા. શાળા આચાર્ય શ્રી પલ્લવીબેન પંડયા, SMC- ભક્તિનગર અધ્યક્ષ શ્રી શીતલબેન માથુકિયા, SMC- ઘનશ્યામનગર અધ્યક્ષ શ્રી પરેશભાઈ ઢોલરીયા અને દાતાશ્રીઓ ના વરદ હસ્તે આંગણવાડી તથા શાળામાં સ્વાગત કરી પ્રવેશ આપી શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવમાં બાળકોને કંપાસ, લંચ બોક્ષ, સ્કૂલ બેગ, શૈક્ષણિક કિટ વગેરે ઈનામો ડો. દિલીપ ઉનડકટ સાહેબ, પૂર્વ આચાર્ય શ્રી રમાબેન ગોહેલ, વનિતાબેન અને ચંદ્રેશભાઈ ખુંટ તથા શાળા દ્વારા આપવામાં આવ્યા હતા આ તકે ગ્રામજનો,વાલીઓ અને શિક્ષકો, આંગણવાડી હેલ્પર, વર્કર, હેલ્થ સ્ટાફ સહિતના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ રસિક વેગડા


