Gujarat

અંબાજી માં મોહનથાળ પ્રસાદ બાબતે કઠલાલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું.

મકસુદ કારીગર,કઠલાલ
હાલ જ્યારે સમગ્ર રાજયમાં જ્યારે અંબાજી મંદિર ખાતે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળનો પ્રસાદ બંધ કરી તેની જગ્યાએ ચીકીનો પ્રસાદ શરૂ કરવામાં આવ્યો છે.ત્યારે આ બાબતે રાજ્ય માં ભકતો તેમજ જુદા જુદા સંગઠનો દ્વારા નારાજગી,આક્રોશ તેમજ વિરોધ જોવા મળી રહ્યો છે.
આ બાબતે સમસ્ત બ્રહ્મ સમાજ સંગઠન કઠલાલ શહેર તથા તાલુકા દ્વારા કઠલાલ મામલતદાર કચેરી ખાતે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું.આવેદનપત્રમાં અંબાજી શક્તિપીઠ ધામમાં પ્રસાદમાં મોહનથાળ ફરીથી ચાલુ કરવા બાબતે રજૂઆત કરવામાં આવી.
વધુ માં જણાવ્યું હતું કે જો ફરી પ્રસાદ શરૂ કરવામાં નહીં આવેતો કઠલાલ સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા મોહનથાળ પ્રસાદ નિઃશુલ્ક અંબાજી મંદિરમાં જઈને ભક્તો ને આપવામાં આવશે.

IMG-20230313-WA0028.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *