Gujarat

અમદાવાદમાં સરકારી મેઇલ આઇડી વાપરીને આરોપીએ લોકોના બેન્ક એકાઉન્ટ ફ્રીઝ કર્યા

અમદાવાદ
અત્યાર સુધી સાયબર ગઠિયાઓ લોકો પાસેથી પૈસા પડાવવા અનેક રસ્તાઓ અપનાવતા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ હવે સાયબર ક્રાઇમની ટીમે એક એવા આરોપીને ઝડપી લીધો છે, જેણે સરકારી ઇ મેઈલ આઈડીનો ઉપયોગ કરી અનેક લોકોના ખાતા બ્લોક કરાવ્યા હતા. આ જ મામલે કેટલાક દિવસ અગાઉ સાયબર ક્રાઇમ પાસે ફરિયાદ આવી હતી. તેને આધારે પોલીસે રાજસ્થાનથી આરોપીની ધરપકડ કરી છે. ન્યૂડ ફોન કોલ પછી બેન્ક લોન ફ્રોડ અને હવે સરકારી મેઈલ આઇડીના ઉપયોગ કરી લોકોના ડેટા મેળવવા અને બેંકમાં એકાઉન્ટ ફ્રીઝ કરાવી સાયબર ફ્રોડની ઘટના સામે આવી હતી. અમદાવાદ સાયબર ક્રાઇમમાં આવી જ એક ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સરકારી ઇ મેઇલ આઇડી પરથી ડેટા માંગવામાં આવી રહ્યો હતો. જે મેઈલ આઇડી અને તેનું ફોર્મેટ યોગ્ય ન લાગતા સાઇબર ક્રાઇમ દ્વારા તપાસ કરતા આ મેઈલ આઇડી નકલી હોવાનું સામે આવ્યું હતું. નકલી મેઈલ આડી બનાવનાર અને અલગ અલગ કંપની તેમજ બેન્કમાંથી એકાઉન્ટને લગતી માહિતી માંગનાર રાજસ્થાનના સાગર ફૂલરામની આખરે પોલીસે ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. પોલીસે આરોપી સાગરની પૂછપરછ કરતા સામે આવ્યું છે કે, કોઈ પણ સરકારી મેઈલ આઇડી પાછળ ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ લાગતું હોય છે. જે સરકારી ઈમેઇલ આઈડી માનવામાં આવે છે. આવું જ એક મેઈલ આઈડી આરોપી સાગરે બનાવ્યું હતું. એજ્યુકેશન વિભાગનું સરકારી મેઈલ આઇડી બનાવી જીસ્વાનમાંથી બધા એક્સેસ આરોપીએ મેળવ્યા હતા. મેઈલ આઇડી બનાવવા આરોપી સાગરે ખોટા સહી સિક્કા પણ તૈયાર કર્યા હતા અને ઓનલાઇન ડાઉનલોડ પણ કર્યા હતા. ખોટા સરકારી મેઈલ આઇડી બનાવી આરોપી સાગરે અમુક કંપનીઓને મેઈલ કરી અલગ અલગ વિગતો માંગી હતી. તો બીજી તરફ અનેક બેન્કોને પણ મેઈલ કરી અમુક એકાઉન્ટ ફ્રીઝ કરવા આરોપીએ જણાવ્યું હતું. જે મેઈલનાં આધારે બેન્કોએ અમુક એકાઉન્ટ ફ્રીઝ પણ કર્યા હતા. જાે કે, બાદમાં કંપની અને બેંકને મેઈલનું યોગ્ય ફોર્મેટ નહીં જણાતા સરકારનું ધ્યાન દોર્યું હતું. તેને આધારે સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધી આરોપી સાગરની ધરપકડ કરી છે.

File-01-Page-21.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *