Gujarat

અમને દસ દિવસમાં વિજ જોડાણ મળી  જશે જેથી અમને નલ સે જલ યોજનાનું પાણી મળવા લાગશે  લાભાર્થી:કાંતિભાઇ રોહિત

જિલ્લા સ્વાગતની ફળશ્રુતિ દસ દિવસમાં વીજ જોડાણ

મેળવી મોટી આમરોલના નાગરિકો મેળવશે નલ સે જલ યોજનાનું પાણી
 દેશના નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી મળી રહે એ માટે સરકાર દ્વારા નલ સે જલ યોજના શરૂ કરવામાં આવી છે. પરંતુ સમયસર વીજ જોડાણ ન મળવાને કારણે ઘણી જગ્યાએ યોજના સમયસર શરૂ થઇ શકી નથી. એવો જ એક પ્રશ્ન છોટાઉદેપુર ખાતે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મોટી આમરોલ ગામનો આવ્યો હતો.
 પાવીજેતપુર તાલુકામાં આવેલ મોટી આમરોલ ગામમાં નલ સે જલ યોજના બનીને તૈયાર છે પણ વીજ જોડાણ ન મળવાથી પાણી શરૂ કરી શકાયું ન હોવાનું મોટી આમરોલ ગામના કાંતિભાઇ રોહિત દ્વારા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં રજૂઆત કરવામાં આવી હતી.
 જિલ્લા કલેકટર સ્તુતિ ચારણે કાંતિભાઇ રોહિત અને મધ્ય ગુજરાત વીજ કંપનીના અધિકારીઓ સાથે ચર્ચા કરી દસ દિવસમાં વીજ જોડાણ આપવા માટે મધ્ય ગુજરાત કંપનીના અધિકારીઓને તાકીદ કરવામાં આવી હતી. દસ દિવસમાં વીજ જોડાણ મેળવી મોટી આમરોલ ગામના નાગરિકો નલ સે જલ યોજના હેઠળ ઘર આંગણે પીવાનું શુદ્ધ પાણી મેળવતા થઇ જશે.
 આ અંગે માહિતી આપતા જિલ્લા સ્વાગતમાં રજૂઆત કરનાર કાંતિભાઇ વિઠ્ઠલભાઇ રોહિતે જણાવ્યું હતું કે, અમારા મોટી આમરોલ ગામે વાસ્મો દ્વારા નલ સે જલ એટલે કે ઘરે પાણી મળે એ માટે યોજના મંજૂર કરવામાં આવી હતી. ગત સાતમા મહિનામાં ચોવીસ કલાક વીજળી મળે એ માટે મધ્ય ગુજરાત વીજ કંપની જેતપુર પાવી ખાતે અરજી કરવામાં આવી હતી. અત્યાર સુધી અમને વીજ કનેકશન ન મળતા અમે જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી હતી. જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અમને સંતોષકારક જવાબ આપવામાં આવ્યો છે. અમને દસ દિવસમાં વીજ કનેકશન આપીને અમારી યોજના શરૂ કરી દેવામાં આવશે એમ જણાવ્યું છે.
 રાજય સરકાર દ્વારા અધિકારીઓ અને રજૂઆતકર્તાઓને એક જ જગ્યાએ બોલાવી તેમની સમસ્યાની ચર્ચા કરી ઉકેલ લાવવા માટેના સ્વાગત કાર્યક્રમ થકી રાજયના લાખો નાગરિકોની સમસ્યા સ્થળ પર જ નિકાલ લાવી પ્રજાભિમુખ વહીવટની પ્રતિતિ કરાવતા ઓનલાઇન સ્વાગત કાર્યક્રમની ચોમેરથી પ્રસંશા કરવામાં આવી રહી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

27-04-2023_-kantibhai-rohit-2.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *