સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' ની રાજય અને જિલ્લા કક્ષાએ મળેલી સફળતા બાદ મુખ્યમંત્રીશ્રીએ
ગુજરાત રાજ્યના નાગરિકોના ગામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો અસરકારક અને ન્યાયિક રીતે હલ થાય, તે માટે તાલુકા કક્ષાએ
'તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ' દર માસના ચોથા બુધવારે યોજવાનું સૂચન કર્યું છે.
જે અંતર્ગત, જામનગર ગ્રામ્ય તાલુકામાં 'તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ' આગામી તા. 21 જૂનના રોજ સવારના
11:00 કલાકથી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી, મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેસ્ટશ્રી, જામનગર ગ્રામ્યના અધ્યક્ષસ્થાને
જામનગર ગ્રામ્ય મામલતદાર કચેરીની ચેમ્બર, મહેસુલ સેવા સદન, શરુ સેક્શન રોડ, જામનગરમાં યોજવામાં આવશે.
તેથી, અરજદારોએ તેમની અરજી આગામી તા. 12 જૂન સુધીમાં ઉપરોક્ત સરનામાં પર મોકલી દેવાની રહેશે. કાર્યક્રમમાં અરજી
મોકલતી વખતે અરજદારોએ અત્રે જણાવેલી તમામ બાબતોનું પાલન કરવાનું રહેશે. જે અંતર્ગત, (1) જો તાલુકા કક્ષાનો પ્રશ્ન હોય તો તાલુકાના જવાબદાર અધિકારીશ્રીને પ્રથમ લેખિતમાં રજુઆત કરેલી હોવી જોઈએ, અને
રજૂ કરેલો પ્રશ્ન અનિર્ણિત હોવો જોઈએ. તો જ આ કાર્યક્રમમાં અરજી સ્વીકારવામાં આવશે.
(2) કાર્યક્રમમાં તાલુકા કક્ષાના અધિકાર ક્ષેત્રમાં આવતા પ્રશ્નોના જ નિર્ણય લઈ શકાય, તેવા પ્રશ્નો જ હોવા જોઈએ.
(3) કાર્યક્રમમાં અરજદાર જાતે રૂબરૂ આવીને પોતાના પ્રશ્નની જ આધાર- પુરાવા સાથે રજુઆત કરી શકશે.
(4) કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લગતી રજુઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહીં.
(5) કાર્યક્રમમાં તાલુકાના જે- તે સંબંધિત અધિકારીશ્રીએ સ્વંય આવવાનું રહેશે. તેમના પ્રતિનિધિને હાજર રાખી શકશે નહિ.
(6) જો ગ્રામ્ય કક્ષાનો પ્રશ્ન કે અરજી હોય, તો તે પ્રથમ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી અથવા તો ગ્રામ સેવકશ્રીને
લેખિતમાં અરજી કરેલી હોવી જોઈએ, અને તે અનિર્ણિત હોવો જોઈએ. જામનગર ગ્રામ્ય તાલુકાના તમામ નાગરિકોને આ
કાર્યક્રમનો લાભ લેવા માટે મામલતદારશ્રી, જામનગર ગ્રામ્ય તાલુકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
