Gujarat

ઉનાના ભિંગરણ પ્રા. શાળાઓમાં રૂ. 45.70 લાખના ખર્ચે નવા ઓરડાઓ મંજુરી મળતા, ધારાસભ્ય હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરાયુ….ઈ રીક્ષાનું પણ લોકાર્પણ કરાયુ…

ઉના તાલુકાની જુદી જુદી સરકારી પ્રાથમિક શાળાઓમાં ઓરડાઓની ઘટ હોવાથી આ બાબતે ધારાસભ્ય કાળુભાઈ રાઠોડએ ગુજરાત
સરકારમાં રજૂઆત કરી હતી. આ રજુઆતને ધ્યાને રાખી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા ઉના તાલુકાના ભીંગરણ
સહીત અલગ અલગ પ્રા.શાળાઓમા નવા ઓરડાઓ બનાવવા મંજુરી મળેલ હોય જેમાં ભીંગરણ પ્રા.શાળામાં કુલ રૂ. 45.70
લાખના ખર્ચે પાંચ ઑરડાઓ નવા બનવવાની મજૂરી મળી હતી. જેનું આજે શાળામાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય કે સી રાઠોડના વરદ હસ્તે વિધીવત નવા ઓરડા માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ સરકારની
ગ્રાન્ટ માંથી ફાળવવામાં આવેલ ઈ રીક્ષાનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન
રૂડાભાઈ શીંગડ, જીલ્લા પંચાયતના સદસ્ય લખમણભાઇ બાંભણિયા તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતિનિધિ સામતભાઈ ચારણીયા,
ઉપપ્રમુખ પાલાભાઈ તેમજ સરપંચ જયેશભાઈ સહીતના આગેવાનો વિશાળ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિતિ રહ્યા હતા. જોકે હવે
શાળામાં નવા ઓરડાઓ બનવાથી શાળામાં અભ્યાસ કરતા છાત્રોની સમસ્યા હલ થશે. આથી શાળાના બાળકો શિક્ષકોમાં ખુશીની
લાગણી ફેલાઇ હતી..

.-શાળાઓમાં-રૂ.-45.70-લાખના-ખર્ચે-નવા-ઓરડાઓ-મંજુ.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *