Gujarat

ઊનાના સેંજળીયા દરિયા કિનારે મીઠું પકવી લોકો રોજગારી મેળવી રહ્યા છે.. 

સરકાર દ્રારા આ મીઠા ઉધોગને વિકસાવવામાં આવે તો રોજગારીની મોટી તક ઉભી થશે..
તાજેતરમાં સરકાર દ્રારા ઉનાના દરીયાઇ વિસ્તારમાં આવેલ નવાબંદર મુકામે જીઆઇડીસી મંજુર કરી ઉદ્યોગોને પ્રોત્સાહન પુરૂ પાડ્યુ
છે. ત્યારે બીજી તરફ ઉના તાલુકો વિશાળ દરીયાઇ પટ્ટી ધરાવતો હોવાથી આ વિસ્તારના દરીયાઇ પટ્ટીના ગામોમાં વિકાસની સાથે
રોજગારની પણ ઉજળી તકો જોવા મળી રહી છે. ત્યારે આ વિસ્તારમાં મીઠાના ઉદ્યોગને વિકસાવવામાં આવે તો તાલુકાના લોકોને
રોજગારી પણ મળી રહે અને રોજગારી માટે બહાર જવું નહી પડે.
ત્યારે તાલુકાનુ સેંજળીયા ગામ જે દરીયાઇ વિસ્તારમાં આવેલુ હોય અને આ ગામમાં અંદાજે ૩૦૦ જેટલા લોકો નિમક (મીઠુ)
પકવીને રોજગારી મેળવી રહ્યાં છે. આ કાંઠા વિસ્તારમાં કોઈપણ પ્રકારાનો ઉદ્યોગ ના હોવાના કારણે હજારો લોકો બહાર ગામ
માછીમારી તેમજ ખેત મજુરીનું કામ કરવા જવું પડે છે. સરકાર દ્વારા અહીંના વિસ્તારમાં ઉદ્યોગ શરૂ કરવામાં આવે તો દરિયા કિનારે
વસતા લાખો લોકોની રોજગારી મળી શકે છે. ઉના તાલુકાના દરિયા કિનારે વસતા અનેક બંદરો ગામડાઓ તથા હજારો લોકો
બેરોજગાર થઈ રહ્યાં છે જેનુ મુખ્ય કારણ એ છે કે અહીના વિસ્તારમાં રોજગારી માટે ઉદ્યોગ નથી. તેમજ જમીનની અંદર ખારાસ
વાળા પાણી હોવાથી ખેડૂતો પૂરતો પાક લઈ શકતા નથી. અહીં વસતા લોકો માટે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર તથા સ્થાનિક રાજકીય
નેતાઓ અને અધિકારીઓ દ્વારા આ બાબતે ગંભીરતા લેવામાં આવે તો ઉના પંથકના દરીયાઇ કાંઠાના લોકોને સ્થાનિકમાં રોજગારી
મળી રહે અને અન્ય જગ્યાએ જવું ન પડે તેથી દરીયા કાંઠા વિસ્તારમાં મીઠા ઉધોગને વિકસાવવામાં આવે તો રોજગારીની મોટી તક
ઉભી થશે તેવી લોકોની માંગ ઉઠવા પામેલ છે.

-કિનારે-મીઠું-પકવી-લોકો-રોજગારી-મેળવી-રહ્યા-છે.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *