Gujarat

કમોસમી વરસાદ અને વાવાઝોડાની સંભાવનાને ધ્યાનમાં રાખી જરૂરી સૂચના બહાર પડાઈ

હવામાન ખાતાની આગાહી અનુસાર આગામી દિવસોમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાની સંભાવના રહેલી છે. તેના અનુસંધાને જુનાગઢ જિલ્લાના બાગાયતદાર ખેડૂતોને તૈયાર થયેલ શાકભાજી, ફળ-ફૂલ ઉતારી સલામત સ્થળે ખસેડી લેવા, ઉત્પાદિત અવસ્થાના બાગાયત પાકોનો સુરક્ષિત સ્થળે સંગ્રહ કરવા ઉપરાંત બાગાયત પાકોમાં પિયત ટાળવા,  કેળ-પપૈયા જેવા પાકોને ટેકા આપવા, સ્થળની આસપાસ માટી ચડાવવી તેમજ હાલના સમયમાં રાસાયણિક ખાતરો, દવા તેમજ હાર્મોન્સનો છંટકાવ નહીં કરવા માટે નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢ દ્વારા ખેડૂતો માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. જેને ધ્યાને લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *