છોટાઉદેપુર રેન્જમાં સમાવિષ્ટ છોટાઉદેપુર નગરની પૂર્વમાં આવેલ વાઘસ્થળ ડુંગર પાસેના ઢોલિયા ડુંગર ઉપર મળસ્કે આકસ્મિક આગ લાગી હતી, ડુંગર ઉપર બહોળા વિસ્તારમાં લાગેલી આગ છોટાઉદેપુર નગરમાંથી પણ સ્પષ્ટ દેખા દીધી હતી, આગ લાગ્યાની જાણ થતા છોટાઉદેપુર વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને તાબડતોબ અગ્નિશમન ના સાધનો લઈ ડુંગર વિસ્તારમાં પહોંચી આગ બુઝાવી હતી,આગની ઘટના ને લઈ છોટાઉદેપુર પરિક્ષેત્ર વન અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું કે હાલમાં પાનખર ઋતુ હોવાને લઇ જંગલમાં સૂકા પાંદડા મોટા પ્રમાણમાં પડેલા હોય છે અને જંગલમાં મહુડાનાં ફૂલ વીણવા માટે વૃક્ષ નીચેનો કચરો સાફ કરવા ક્યારેક ક્યારેક કચરો સળગાવતા આવી ઘટના બને છે, આગ અંદાજે 8 થી 10 હેક્ટર વિસ્તારમાં ફેલાઈ હતી,જોકે સવાર થતા આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો,જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું ના હતું,જંગલ વિસ્તારમાં લાગતી આગને લઈ પર્યાવરણ અને વન્ય પ્રાણી અને જીવજંતુઓને નુકશાન થાયછે ત્યારે આવી ઘટનાઓ ટાળવા લોકો સહકાર આપે તે માટે વન અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


