Gujarat

જૂનાગઢ એસટી નિગમ દ્વારા દ્વારકા, ભાવનગર, રાજુલા સહિતના સ્થળો માટે ૧૭૩ એક્સ્ટ્રા બસો નું સંચાલન થશે    

શિવરાત્રી મેળામાં યાત્રિકોના ઘસારાને પહોંચી વળવા એસ.ટી નિગમ દ્વારા જૂનાગઢ બસ સ્ટેશનથી ભવનાથ પહોંચવા ૫૬ મીની બસ દોડશે. ૧૭૩ બસ દ્વારા જૂનાગઢ થી દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર સહિતના સ્થળ વચ્ચે એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે.

     તા.૧૫ ફેબુ્રઆરી થી શરૂ થનાર શિવરાત્રી મેળા દરમિયાન દ્વારકા, પોરબંદર, રાજકોટ, સતાધાર, ભાવનગર, પરબ, ભુજ, અમદાવાદ, અમરેલી, બગસરા, સોમનાથ, ઉના, રાજુલા, સાવરકુંડલા, ગોંડલ, ખંભાળિયા, જામનગર, જામજોધપુર, તાલાળા વચ્ચે જૂનાગઢ એસટી નિગમ દ્વારા ૧૭૩ મોટી બસોનું એક્સ્ટ્રા સંચાલન હાથ ધરવામાં આવશે. જ્યારે ૫૬ મીની બસ જૂનાગઢ બસ સ્ટેશન થી ભવનાથ વચ્ચે દોડશે એમ જૂનાગઢ એસટી નિયામક શ્રીમાળીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *