Gujarat

જૂનાગઢમાં સ્વાગત કાર્યક્રમમાં મહમદભાઈ મિરજાને વૃદ્ધ સહાયનો મંજૂરી હુકમ મળતા ખુશી વ્યક્ત કરી  

જૂનાગઢ તાલુકા સેવા ખાતે આયોજિત સ્વાગત કાર્યક્રમમાં શ્રી મહમદભાઈ મિરજાને વૃદ્ધ સહાય એટલે કે, ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ મળવાપાત્ર સહાયનો મંજૂરી હુકમ મળતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી.

શહેરના સુખનાથ ચોકમાં રહેતા શ્રી મહમદભાઈ ઈસ્માઈલભાઈ મિરજા કહે છે કે, ગુજરાત સરકારના પ્રજાલક્ષી અભિગમ હેઠળ યોજાતા સ્વાગત કાર્યક્રમમાં વૃદ્ધ સહાય મંજૂરીનો હુકમ કલેકટરશ્રીની ઉપસ્થિતિમાં મળ્યો છે, તેનો આનંદ પ્રગટ કરતાં તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને ગુજરાત સરકારનો આભાર માન્યો હતો.

ઉલ્લેખનીય છે કે, આ એપ્રિલ માસના અંતિમ સપ્તાહ દરમિયાન સ્વાગત કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તાલુકા કક્ષાના કાર્યક્રમમાં કલેકટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા સહિતના અધિકારીઓ લોકોના પ્રશ્નો સાંભળી રહ્યા છે અને રજૂ થયેલા પ્રશ્નો સંદર્ભે ત્વરિત નિરાકરણ માટે માર્ગદર્શન અને જરૂરી દિશાનિર્દેશ આપી રહ્યા છે. આમ, પ્રજાકીય પ્રશ્નોના નિવારણના દિશામાં ઝડપભેર કામગીરી થઈ રહી છે.

mahmadbhai-mirja-vrudhdh-sahay-swagat-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *