કારખાનાની ઓરડીમાં પગલું ભર્યું, મૃતકના પગ જમીનને અડેલા હોય પોલીસને શંકા, મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો
જેતપુરમાં સાડીના કારખાનામાં ગળાફાંસો ખાધેલી હાલતમાં પરપ્રાંતીય શ્રમિકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે આ બનાવમાં શ્રમિક નાં આપઘાતનું કારણ અકબંધ છે. બનાવના પગલે પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ ગઇ હતી.હાલ લાશને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.
બનાવની વિગતો અનુસાર જેતપુરના ખીરસરા રોડ ઉપર આવેલ અક્ષર પ્રિન્ટ નામના સાડીના કારખાનામાં કામ કરતા પરપ્રાંતિય આકાશ નામના શ્રમિકનો ગળાફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો ઓરડીની આડીમાં કાપડનો દુપટ્ટો બાંધી ગળેફાંસો લગાવ્યો હતો. બનાવના પગલે આસપાસ કામ કરતા શ્રમિકો એકત્ર થયા હતા. ત્યારબાદ કારખાના માલિકે પોલીસને જાણ કરતા ઘટના સ્થળે પહોંચી મૃતદેહને નીચે ઉતારી લાશને પોસ્ટમોર્ટમ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જોકે મૃતકના પગ જમીનને અડેલા હોય પોલીસને શંકા જતા મૃતદેહ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ ખસેડાયો છે.


