રિપોર્ટર : નિસાર શેખ મહુધા
આજ રોજ કે.એમ.પટેલ પ્રા.શાળા મહુધા ખાતે વાર્ષિકોત્સવ દિન (ANNUAL DAY) ની ઉજવણી કરવામાં આવી. .આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે મહુધા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પંડિત તથા અતિથી વિશેષ તરીકે મહુધા કેળવણી મંડળ ના મંત્રીશ્રી મહેશભાઈ.પી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે કે.એમ.પટેલ.પ્રા.શાળા ના ભૂતપૂર્વ આચાર્ય ભારતીબેન,પ્રફુલ્લભાઈ પટેલ,તથા મહુધા કેળવણી મંડળ ના સૌ કારોબારી સભ્યો અને ભગીની સંસ્થા ના આચાર્ય આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.શાળા ના આચાર્ય હર્ષિતભાઈ ભટ્ટ દ્વારા તમામ મંચસ્થ મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત આમત્રિત સૌ મહેમાનો નું પુષ્પગુચ્છ આપી ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું તદઉપરાત આ પ્રસંગે કેમ્પસ ડાયરેક્ટર ડો.મહેશભાઈ સાહેબ નું પણ ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે મહુધા કેળવણી મંડળ ના પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ પંડિત એ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું.ગત વર્ષ જે બાળકો એ શાળા માં ઉત્કૃષ્ઠ પરિણામ પ્રાપ્ત કર્યું હતું તેવા બાળકો ને મેડલ અને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ તબક્કે કેમ્પસ ડાયરેક્ટર ડો.મહેશભાઈ સાહેબ પણ પ્રસંગોચિત ઉદબોધન કર્યું.ત્યારબાદ સંસ્કૃતિક કાર્યોક્રમ યોજવામાં આવ્યો હતો.
કે.એમ.પટેલ પ્રાથમિક શાળાના વાર્ષિક દિન ઉજવણી ના ખર્ચ માટે પ્રફુલ્લ ભાઈ બાબુભાઈ બિન ચતુરભાઈ પટેલ તરફથી રૂપિયા.25,000/- , ભારતીબેન (વિઠ્ઠલભાઈ) રાજેન્દ્રભાઈ પટેલ તરફથી રૂપિયા.11,000/- , દિલીપભાઈ મનુભાઈ (મામા) પટેલ તરફથી રૂપિયા.5000/- , યોગેશભાઈ ઠાકોરભાઈ ભટ્ટ (આચાર્ય હર્ષિત ભાઈ ના પિતા શ્રી) તરફથી રૂપિયા 5000/- , પ્રાપ્ત થયાં હતાં તેમજ કમિટી મેમ્બર નીરજભાઈ તરફથી તેમના સ્વર્ગસ્થ પિતા શ્રી ની યાદમાં રૂપિયા.2500/- દર વર્ષે ભણવામાં સારા પરિણામ લાવનાર વિધાર્થીઓ માટે ઈનામ રૂપે આપવા માટે પ્રાપ્ત થયાં હતાં સૌનો ખુબ ખુબ આભાર અને ખુબ ખુબ અભિનંદન
આ પ્રસંગે શાળા ના વાલીઓ દ્વારા શાળાના આચાર્ય હર્ષિત ભટ્ટ નું વિશિષ્ઠ રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ધોરણ ૫ ની વિદ્યાર્થીની લુહાર ઝોયા એ પોતાની સ્પીચ આપી શાળા વિષે પોતાના વિચારો રજુ કાર્ય હતા.
અંતમાં શાળાના રીપલબેન દ્વારા મહુધા કેળવણી મંડળ પ્રમુખ/મંત્રી/કારોબારી સભ્યો શાળા ના આચાર્ય, ,ભગીની સંસ્થાના આચાર્ય,વાલીમિત્રો,વિદ્યાર્થી,અને સ્ટાફ પરિવાર નો આ કાર્યક્રમ સફળ બનાવવા બદલ ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


