સ્વાગત કાર્યક્રમના ૨૦ વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવાસિયા સહિતના અધિકારીઓ વર્ચ્યુલી સહભાગી થયા હતા. આ અવસરે દિલ્હી ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતે વર્ચય્યલી સંબોધિત કર્યા હતા.
આ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષમાં રાજ્યકક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રીશ્રીએ અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યાં હતા.


