રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાય યોજનાઓમાં અરજી કરવા માટે તા.૨૨-૪-૨૦૨૩ થી તા.૩૧-૫-૨૦૨૩ દરમિયાન આઈ- ખેડુત પોર્ટલ(www.ikhedut.gujarat.in) ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના અરજદારોએ કરેલ ઓનલાઈન અરજી સાથે ૮- અ/૭-૧૨ની નકલ, આધાર કાર્ડ, અને બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ્ડ ચેક અને અન્ય જરૂરી સાધનીક કાગળો સામેલ રાખી નાયબ બાગાયત નિયામકની કચેરી, લઘુ કૃષિ ભવન, નીલમબાગ, જૂનાગઢ ખાતે રજૂ કરવાની આખરી તા.૦૯-૦૬-૨૦૨૩ રહેશે. સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.
