મકસુદ કારીગર,કઠલાલ
અમદાવાદના ટ્રેસ્ના ફાઉન્ડેશન ને ટી.એલ. ટી. ટર્બો ઇન્ડિયા પ્રા. લી. ( CSR પાર્ટનર ) ના સહયોગ દ્વારા નડિયાદ તાલુકાની 1) વાલ્લા પ્રાથમિક શાળા 2) પ્રતાપપુરા પ્રથમિક શાળા (હાથજ) 3) હાથજની જૂની મુવાડી પ્રાથમિક શાળા 4) પે સેન્ટર અલીન્દ્રા5) પ્રાથમિક શાળા નવા નગર-૧ની શાળાઓમાં કન્યા વૉશરૂમ(શૌચાલય) બાંધવામાં આવેલ છે જેનો અર્પણ સમારોહ વિવિધ શાળાઓમાં યોજાઈ ગયો. આ ગામની શાળાઓની વિદ્યાર્થિનીઓ આરોગ્ય સગવડ પામે તથા તેમનું અધવચ્ચે શાળા છોડવાનું પ્રમાણ અટકે તે ઉમદા હેતુથી ટ્રેસ્ના ફાઉન્ડેશન આ કન્યા શૌચાલયનું નિર્માણ કર્યું છે…આ અર્પણ સમારોહમાં સહયોગી સંસ્થા ટી. એલ. ટી. ટર્બો ઇન્ડિયા પ્રા. લી. ( CSR પાર્ટનર ) ના મેનેજિંગ ડિરેકટર તથા તેમની ટીમ ,ટ્રેસ્ના ફાઉન્ડેશન-અમદાવાદના ડાયરેક્ટર, તથા તેમની ટીમ ના સદસ્યો ખાસ હાજર રહ્યા હતા.જે તે શાળાના આચાર્ય , ગામના સરપંચ,પંચાયત સભ્યો,એસ એમ સી સભ્યોએ ઉપસ્થિત મહેમાનોને ઉષ્માભેર સન્માની હાર્દિક આભાર માન્યો હતો.


