Gujarat

વાસદ કુમાર શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલાદિન ઉજવાયો.

મકસુદ કારીગર,કઠલાલ
તા.18/03/2023ના રોજ આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગર દ્વારા વાસદ કુમાર શાળા ખાતે આંતરરાષ્ટ્રીય મહિલાદિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં આસપાસના વિસ્તારની મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી. કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેલા માતૃકૃપા હોસ્પિટલ વાસદના ડૉ. આરતી પીપલીયાએ મહિલા દિનના ઇતિહાસ સાથે જોડાયેલી વાતો શેર કરીને પોતે શિક્ષિત સ્ત્રી હોવાનો સંતોષ અનુભવતા હોવાની કબૂલાત સાથે જાહેર કર્યું હતું કે આ ઉજવણીના ભાગરૂપે જે કોઈ બહેન મારા દવાખાને આવશે તેમની સેવા રાહત દરે કરીશ. શાળાના આચાર્ય શ્રી જેમ્સ સાહેબે પણ મહિલા શિક્ષણ પર ભાર મુક્યો હતો. આ પ્રસંગે આશાદીપ તરફથી એક ચિત્ર સ્પર્ધા આયોજિત થઈ હતી જેમાં ઉપસ્થિત તમામ બહેનોએ મહિલા અધિકાર, મહિલા શિક્ષણ, મહિલા સુરક્ષા, મહિલાનો સામાજિક દરજ્જો જેવા મુદ્દાઓને ચિત્ર સ્વરૂપે ચાર્ટ પર ઉતર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવાની જહેમત શાળાના શિક્ષિકા મર્યાબેન તથા અવનીબેને ઉઠાવી હતી.

IMG-20230318-WA0037.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *