Gujarat

સાવરકુંડલા આઈ. સી. ડી. એસ. પરિવાર તેમજ સાવરકુંડલા વહીવટી તંત્ર દ્વારા સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળા કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી સાવરકુંડલા પ્રાંત સાહેબ શ્રી ધારાબેન ભાલાળા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
ગઈકાલે સાવરકુંડલા નગરપાલિકાના પ્રાંગણમાં આઈ. સી. ડી. એસ. વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ અને પૂર્ણા યોજના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાના સશક્ત અને સુપોષિત કિશોરી અભિયાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ધારાબેન ભાલાળા દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા દહેજ પ્રતિબંધક સહ રક્ષક અધિકારી શ્રી શૈલેષભાઈ કણઝારિયા સાહેબ દ્વારા તમામ મહાનુભાવોનું સ્વાગત અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરેલ તેમજ દક્ષાબેન ભટ્ટ દ્વારા પૂર્ણા  યોજનાની વિસ્તૃત માહિતી રજૂ   કરવામાં આવી હતી સાથોસાથ આ પ્રસંગે આરોગ્ય વિભાગ, આઇ.ટી.આઈ વિભાગ, ગૃહ વિભાગ, સમાજ સુરક્ષા વિભાગ, મહિલા કલ્યાણ વિંગ, શિક્ષણ વિભાગ, બેન્ક વિભાગ, કૃષિ વિભાગ વગેરે જેવા વિભાગોએ હાજર રહી અલગ – અલગ નવ પ્રકારના સ્ટોલનું આયોજન કરીને હજાર રહેલ દરેક કિશોરીઓનું ગોરવ વધાર્યું હતું આ પ્રસંગે તાલુકા પંચાયત અને નગર પાલિકાના પ્રમુખ અને તમામ સદસ્યોએ ખાસ હાજરી આપી હતી તેમજ મંચસથ તમામ મહાનુભાવો દ્વારા વીશીષ્ટ ક્ષેત્રોમાં પ્રદાન મેળવેલ  કિશોરીઓને  શીલ્ડ આપી  પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. સમગ્ર  કાર્યકમની આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારી શ્રી પરમાર સાહેબ દ્વારા  કરવામાં આવેલ આઈ.સી.ડી.એસ. વિભાગના બ્લોક કો-ઓર્ડીનેટર શ્રી  પુજાબેન દવે દ્વારા શ્રોતાંગણને પ્રતિજ્ઞા  લેવડાવવામાં  આવેલ હતી  સાવરકુંડલા ઘટક ૨ ના સી.ડી.પી.ઓ. શ્રી શરીફાબેન શેખ દ્વ્રારા સમગ્ર કાર્યકમનું મોનિટરિંગ કરવામાં  આવ્યું હતું તેમજ સાવરકુંડલા આઈ.સી.ડી.એસ. વિભાગના બ્લોક કો-ઓર્ડીનેટર  શ્રી મુસ્તાકભાઇ મહેતર દ્વારા સમગ્ર કાર્યકમનું  એંકરિંગ કરવામાં આવ્યું હતું આઈ.સી.ડી.એસ.પરિવારના સમગ્ર કર્મચારી ભાઈઓ અને બહેનો દ્વારા સમગ્ર કાર્યકમ સફળ બનાવવા માટે જરૂરી તમામ વ્યવષ્થા સાંભળવામાં આવી હતી તેમજ સાવરકુંડલા આઈ.સી.ડી.એસ.ના તમામ આંગણવાડી  બહેનોના અમૂલ્ય પ્રયત્નો અને મહેનત થકી આ કાર્યકમ સફળ બન્યો હતો આ કાર્યકમ થકી કિશોરી શક્તિનું ગોરવ વધાર્યું છે અને એક ભારત શ્રેષ્ઠ ભારત સશકત ભારત ભારત સુપોષિત ભારત નિર્માણના સહુ સહભાગી બન્યા તે બદલ તમામ આંગણવાડી બહેનોનેને અભિનંદન  પાઠવવામા આવેલ છે .

IMG-20230103-WA0033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *