Gujarat

સાવરકુંડલા રૂરલ પો.સ્ટેમા ઇ-FIR દ્વારા દાખલ થયેલ મોબાઇલ ચોરીના ગુનામાં એક ઇસમને ચોરીના મોબાઇલ ફોન સાથે પકડી પાડી,અનડીટેકટ ગુનો ડીટેકટ કરતી સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

ગુજરાત સરકારશ્રી દ્વારા ગુજરાતના નાગરીકોને આપવામાં આવતી ઓનલાઇન સેવાઓમાં વધારો કરી,વાહન ચોરી કે મોબાઇલ ચોરી થયા અંગેની ફરીયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જવું ન પડે,અને પરે બેઠા ફરીયાદ કરી શકાય તે માટે સીટીઝન પોર્ટલ અથવા સીટીઝન ફસ્ટ મોબાઇલ એપ મારફતે ફરીયાદ કરવા FIR ની સુવિધાઓ પ્રારંભ કરવામા આવેલ છે.જે અન્વયે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધીકારી સાહેબ શ્રી,ગુજરાત રાજ્ય,ગાંધીનગરનાઓએ સરકાર શ્રી ની આ યોજનાનો લાભ લેવા નાગરીકો દ્વારા વાહન ચોરી કે મોબાઇલ ચોરી અંગે દાખલ કરવામાં આવતી e-FIR અન્વયે સુચનો અને માર્ગદર્શિકા જાહેર કરવામા આવેલ છે.
*ગુનાની વિગત*
ગઇ તા.૧૧/૦૩/૨૦૨૩ ના આ કામના ફરીયાદી મોટા ઝીંઝુડા ગામેથી સાબરકુંડલા ટ્રેકટરમાં બેસી આવતા હોય તે દરમ્યાન શર્ટના ખીસ્સામા રાખેલ મોબાઇલ રસ્તામા પડી ગયેલ હોય ત્યારે કોઇ અજાણ્યા ચોર ઇસમે મોબાઇલ ફોન કિં.રૂ,૧૧,૫૦૦ ની ચોરી કરીને લઈ ગયેલ હોચ જે અંગે ફરીયાદીએ e-FIR કરાવેલ હોય,જે e-FIR અંગે ખરાઇ કરી તેના પરથી સાવરકુંડલા રૂરલ પો.સ્ટે એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૩૨૩૦૦૮૮/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯ મુજબનો ગુનો રજી કરવામાં આવેલ
ભાવનગર રેન્જ આઇ, શ્રી ગીતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં FIR દ્વારા દાખલ થયેલ અનડીટેકટ ગુનાઓ ડીટેકટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિંમકરસિંહ સાહેબ તથા શ્રી એચ.બી.વોરા સાહેબ નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાવરકુંડલા વિભાગ,નાઓએ અમરેલી જીલ્લામા e-FIR દાખલ થયેલ ગુનાઓના આરોપીને પકડી પાડી,નાગરીકોના ચોરાયેલ વાહન,મોબાઇલ ફોન પાછા મળે તે માટે જરૂરી કાર્યવાહી કરવા સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના ઇચા.પોલીસ ઇન્સપેકટર શ્રી જે.કે.મોરી સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી વાય,પી,ગોહિલ સાહેબ ને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતુ.
ઉપરોકત ગુન્હાના અજાણ્યા આરોપી અંગે સાવરકુંડલા રૂરલ પો.સ્ટેના ઈન્ચાર્જ.પોલીસ ઇન્સપેક્ટર શ્રી જે.કે.મોરી સાહેબ તથા પો.સબ.ઇન્સ શ્રી વાય.પી.ગોહિલ સાહેબ ની સુચના મુજબ સાવરકુંડલા રૂરલ પો.સ્ટેની સર્વેલન્સ ટીમે હયુમન સોર્સીસ તેમજ ખાનગી બાતમી આધારે મોટા ઝીંઝુડા ગામે વાડી વિસ્તારમાં એક ઇસમને શંકાસ્પદ હાલતમા પકડી પાડેલ અને યુકતી પ્રયુકતીથી પુછપરછ કરી તેની પાસેથી ઉપરોકત ચોરીમા ગયેલ મોબાઇલ ફોન મળી આવતા પકડાયેલ ઇસમને મોબાઇલ ફોન સાથે પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરેલ
*પકડાયેલ આરોપી ની વિગત*
 હીંમતભાઇ પોપટભાઇ ખીમાણીયા ઉ.વ.૨૬ ધંધો.મજુરી રહે.મોટા ઝીંઝુડા તા.સાવરકુંડલા જી.અમરેલી
*રીકવર કરેલ મુદામાલની વિગત*
એક REALE કંપનીનો 51G3 મોડલનો મોબાઇલ ફોન કિં.૧,૫૦૦ નો મુદામાલ
આ કામગીરી ઈન્ચાર્જ.પો.ઇન્સ જે.કે.મોરી સાહેબ તથા પો.સબ.ઇન્સ વાય.પી.ગોહિલ સાહેબની રાહબારી હેઠળ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનનના અના એ.એસ.આઇ ભગીરથસિંહ કનકસિંહ તથા સર્વેલન્સ ટીમના અના હેડ.કોન્સ્ટેબલ યુવરાજસિંહ અનિરૂધ્ધસિંહ તથા PC જયપાલસિંહ લખુભા,ભાવેશભાઇ મનુભાઇ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે…..
*રિપોર્ટર બાય ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230317-WA0079.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *