Gujarat

સોસાયટીના તમામ હોદ્દેદારોની વિગતો તાત્કાલિક જિલ્લા રજીસ્ટ્રારની કચેરી ખાતેથી અપલોડ કરાવવાની રહેશે

સરકાર દ્વારા સહકારી મંડળીઓની પ્રાથમિક વિગતો સંદર્ભે ઓનલાઈન પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે. જેમાં ક્રેડિટ, ગ્રાહક ભંડાર તથા અન્ય તમામ પ્રકારની સોસાયટીઓની તા.૧૫-૬-૨૦૨૩ સુધીમાં માહિતી N.C.D. PORTAL પર ઓનલાઈન ભરવાની હોવાથી સોસાયટીના તમામ હોદ્દેદારોએ વિગતો તાત્કાલિક જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ, (દિવાન ચોક, રંગમહેલ) જૂનાગઢની કચેરી ખાતે સોમવારથી શુક્રવાર સુધીમાં સમય ૧૧ થી ૬ કલાક દરમિયાન સંપર્ક કરી સોસાયટીઓની વિગતો ઓનલાઈન કરાવવાની રહેશે. આ માટે કાર્યાલય અધિક્ષક શ્રી એચ.બી. કમાણીનો સંપર્ક કરવાનો રહેશે. વધુ જાણકારી માટે મો.૯૮૨૪૮૨૮૧૯૫ પર સંપર્ક કરવાનો રહેશે. જેની નોંધ લેવા જીલ્લા રજીસ્ટ્રારશ્રી, જૂનાગઢની એક યાદીમાં જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *