Gujarat

હોમગાર્ડઝ ફાયરીંગ પ્રેક્ટીસ દરમિયાન કોઈપણ જાતની જાનહાની કે અનિચ્છનિય ઘટના ન બને તે અંગેનું જાહેરનામુ.  

જિલ્લા કમાન્‍ડન્‍ટશ્રી, હોમગાર્ડઝ છોટાઉદેપુરના આમુખ હેઠળના પત્રથી તા.૧૦/૦૩/૨૦૨૩ થી તા.૨૪/૦૩/૨૦૨૩, દિન-૧૫ સુધી હોમગાર્ડઝ સભ્યોનો રાજ્યકક્ષાનો લીડરશીપ તાલીમ કેમ્પ સેન્‍ટ્રલ ટ્રેનીંગ ઇન્‍સ્ટીટ્‍યુટ, હોમગાર્ડઝ, જરોદ, તા.વાઘોડીયા જિ.વડોદરા ખાતે રાખવાનું આયોજન થયેલ છે.
 રાજ્યકક્ષાના લીડરશીપ તાલીમ કેમ્પના હોમગાર્ડઝ તાલીમાર્થી સભ્યોની તા.૨૧/૦૩/૨૦૨૩ થી તા.૨૨/૦૩/૨૦૨૩, દિન-૨ સુધી. ૩૦૩ રાઈફલની ફાયરીંગ પ્રેક્ટીસ છોટાઉદેપુર જિલ્લાનાં સંખેડા તાલુકાના બહાદરપુર ફાયરીંગ બટ ખાતે યોજવામાં આવનાર છે, બહાદરપુર ફાયરીંગ બટ જિલ્લા કમાન્‍ડન્‍ટ હોમગાર્ડઝ, છોટાઉદેપુર હસ્તક છે અને આ સમયગાળા દરમિયાન એસ.એમ.રાણા, કેમ્પ કમાન્‍ડન્‍ટશ્રી રાજ્ય કક્ષા લીડરશીપ તાલીમ કેમ્પ, જેરોદ, તા.વાઘોડીયા જિ.વડોદરાનાઓને ફાળવવામાં આવે છે. જેથી બહાદરપુર ફાયરીંગ બટ જિલ્લા કમાન્‍ડન્‍ટ હોમગાર્ડઝ, છોટાઉદેપુર હસ્તક બહાદરપુર ગામની સીમના સર્વે નંબર-૮૨૩(બ) વાળી જમીનમાં રાખવાનું આયોજન કરેલ છે. સદરહું જમીનનો ફાયરીંગ બટ તરીકે ઉપયોગ કરવાનો હોવાથી ફાયરીંગ પ્રેક્ટીસ દરમિયાન કોઈ પણ જાતની જાનહાની કે અનેચ્છનીય બનાવ ન બને તેની સાવચેતીના પગલાંરૂપે જાહેરનામું પ્રસિધ્ધ કરવા દરખાસ્ત કરેલ છે.
 સદરહું ફાયરીંગ પ્રેક્ટીસ દરમિયાન કોઈ પણ જાતની જાનહાની કે કોઈ અનિચ્છ્નીય બનાવ ન બને તેની સાવચેતીના પગલારૂપે તથા જાહેર સલામતી જળવાઈ રહે તે હેતુથી રજુ થયેલ દરખાસ્ત અન્‍વયે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના બહાદરપુર ગામની સીમના હોમગાર્ડ કમાન્‍ડન્‍ટશ્રી જિલ્લા વડો. હોમગાર્ડઝ ખાતે ચાલતા સર્વે નંબર-૮૨૩(બ) વાળી જમીન ફાયરીંગ બટ તરીકે ઉપયોગમાં લેવા નીચે મુજબનો હુકમ કરવો જરૂરી છે.
 વાસ્તે હું આર.કે.ભગોરા, GAS, અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, છોટાઉદેપુર, માન. જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, છોટાઉદેપુરના હુકમનં. એમએજી/વશી/૬૫૮૨/૨૦૧૭, તા.૩૦/૧૨/૨૦૧૭થી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૭(૪) હેઠળના જાહેરનામા બહાર પાડવાની મને મળેલ સત્તાની રૂઈએ ફરમાવું છું કે, નીચે અનુસુચિમાં દર્શાવેલ વિસ્તારમાં પોલીસ ખાતાના અધિકારી/કર્મચારી/તાલીમાર્થીઓ તથા પોલીસ ખાતા તરફથી ખાસ ફરજ સોંપવામાં આવેલ હોય તે વ્યક્તિઓ સિવાય કોઈએ અવર-જવર કરવી નહી તેમજ હાજર રહેવું નહી અને નદીમાં હોડી હંકારવી નહી.
 બહાદરપુર ગામની સીમના સર્વે નંબર- ૮૨૩ (બ) ની જમીનમાં તથા તેની આસપાસ નીચે દર્શાવેલ સર્વે નંબરની જમીનના ૧૦૦ મીટરની ત્રિજ્યાના ક્ષેત્રફળ વિસ્તારમાં સર્વે નંબર-૮૨૩ (બ) ની ચર્તુદીશા નીચે મુજબ છે.
પૂર્વે: સર્વે નંબર-૮૨૫ પૈકીની જમીન ઓરસંગ નદીની હદમાં ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર સુધી
પશ્ચિમે: સર્વે નંબર- ૮૪૮, ૮૪૯, ૮૫૦ની જમીનની હદમાં ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર સુધી
દક્ષિણે: સર્વે નંબર- ૮૪૪, ૮૪૫ની પડતર જમીનની હદમાં ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર સુધી
ઉત્તરે: સર્વે નંબર- ૭૫૫, ૭૫૬ની જમીનની હદમાં ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તાર સુધી
સદરહું જાહેરનામુ તા.૨૧/૦૩/૨૦૨૩ થી તા.૨૨/૦૩/૨૦૨૩ સુધીના સમયગાળા દરમિયાન અમલમાં રહેશે.
 આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર અથવા તે માટે મદદ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ-૧૩૧ તથા ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. એવુ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ છોટાઉદેપુરની અખબારી યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *