National

બેંગલુરુની એક મહિલાએ રેપિડો બાઇક ટેક્સીના ડ્રાઇવર પર જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો

બેંગલુરુ
બેંગલુરુની એક મહિલાએ શુક્રવારે રેપિડો બાઇક ટેક્સીના ડ્રાઇવર પર રાઇડ દરમિયાન હસ્તમૈથુન અને જાતીય શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ ટિ્‌વટર પર જણાવ્યું હતું કે તેણે મણિપુર હિંસા સામે આયોજિત વિરોધ પ્રદર્શનમાં હાજરી આપ્યા બાદ ટાઉન હોલથી ઘરે પરત ફરવા માટે બાઈર ભાડે કરી હતી. તેણે કહ્યું કે ઓટો રિક્ષા ટેક્સીની ટિકિટ કેન્સલ થવાને કારણે તેને બાઇક પસંદ કરવાની ફરજ પડી હતી. મહિલાએ આરોપ લગાવ્યો કે રેપિડો ડ્રાઈવર એપ પર નોંધાયેલી બાઇકથી અલગ બાઇક લઈને આવ્યો હતો અને કહ્યું હતું કે તેની સર્વિસ કરવામાં આવી રહી છે. એપ દ્વારા રાઈડ કન્ફર્મ કર્યા બાદ તેણીએ પ્રવાસ શરૂ કર્યો હતો. મહિલાએ આગળ લખ્યું કે, ગંતવ્ય તરફ જતા માર્ગ પર, વ્યક્તિએ કથિત રીતે મોટરસાઇકલ બીજા હાથથી ચલાવવા લાગ્યો અને હસ્તમૈથુન કરવાનું શરૂ કર્યું. મુસાફરી દરમિયાન અમે દૂરના એવા વિસ્તારમાં પહોંચ્યા જ્યાં આસપાસ અન્ય કોઈ વાહનો નહોતા. ચોંકાવનારી વાત એ છે કે ડ્રાઇવરે એક હાથથી બાઇક ચલાવવાનું શરૂ કર્યું અને બીજા હાથથી અયોગ્ય વર્તન (બાઇક ચલાવતી વખતે હસ્તમૈથુન) કરવા લાગ્યો. મારી સલામતીના ડરથી હું સમગ્ર ઘટના દરમિયાન મૌન રહી. ટિ્‌વટર યુઝરે કહ્યું કે, તેણે ડ્રાઈવરને તેનું સ્થાન જાહેર ન કરવાના ઈરાદાથી તેને તેના ઘરથી થોડાક મીટર દૂર ડ્રોપ કરવા વિનંતી કરી. જાે કે, રાઇડ માટે પૂરેપુરા પૈસાની ચૂકવણી કરવા છતાં, તેણીએ દાવો કર્યો હતો કે રેપિડો ડ્રાઈવર સતત તેણીને ફોન કરતો રહ્યો અને ટેક્સ્ટ મેસેજ પણ કર્યા. વોટ્‌સએપ પર ડ્રાઇવર દ્વારા કથિત રૂપે મોકલવામાં આવેલા મેસેના સ્ક્રીનશૉટ્‌સ શેર કર્યા હતા. જેમાં ‘લવ યુ’ લખાયેલ ટેક્સ્ટનો સમાવેશ થાય છે, મહિલાએ કહ્યું કે તેણીએ તેને બ્લોક કરવાની કાર્યવાહી કરી. મેં તેને મારા ઘરનું સ્થાન છુપાવવા માટે મારા વાસ્તવિક ગંતવ્ય પહેલાં મને ૨૦૦ મીટર દૂર ઉતારવા કહ્યું. એકવાર સફર પુરી થઈ તેમ છતા તેણે મને વોટ્‌સએપ પર સતત ફોન અને મેસેજ કરવાનું શરૂ કર્યું. સતામણી રોકવા માટે મારે તેનો નંબર બ્લોક કરવો પડ્યો હતો. આટલું જ નહીં ડ્રાઈવરે મહિલાએ અન્ય નંબરથી પણ પરેશાન કરી હતી. આ અંગે મહિલાએ કંપનીને અનેક સવાલો કર્યા હતા. તેમણે લખ્યું કે, તમારા વપરાશકર્તાઓની સુરક્ષા ટોચની પ્રાથમિકતા હોવી જાેઈએ. આ ઉપરાંત તમે ગ્રાહકોની સુરક્ષા માટે કેવા પગલા ભરી રહ્યા છો. મહિલાના આરોપના જવાબમાં, બેંગલુરુ પોલીસના અધિકૃત હેન્ડલે યુઝરની સંપર્ક માહિતી માંગી. એક ટિ્‌વટમાં, શહેર પોલીસે લખ્યું, અમે જ્રજદ્ઘॅટ્ઠિાॅજને આ સંદર્ભે જરૂરી પગલાં લેવા માટે જાણ કરી છે, કૃપા કરીને તમારો સંપર્ક નંબર ડ્ઢસ્ કરો.

File-02-Page-20.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *