આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહા હાલમાં દેશની લોકપ્રિય સ્ટાર કિડ છે અને સોશિયલ મીડિયાનો ધબકાર બની રહે છે. રાહાની તસવીરો અને ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે.
તેની એક ઝલક પણ ચાહકોને તેમનો પ્રેમ વરસાવવા માટે મજબૂર કરે છે. આ દરમિયાન આલિયાનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેમાં ક્યૂટ રાહાનો અવાજ સંભળાય છે. રાહાનો અવાજ સાંભળીને ચાહકો ઓવારી ગયા છે અને તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે.
રાહાની દરેક સ્ટાઇલ ચર્ચાનો વિષય બની રહે છે. ક્યારેક તે વીડિયોમાં ફની અને આશ્ચર્યજનક એક્સપ્રેશન આપતી જોવા મળે છે તો ક્યારેક તે ચહેરાના જુદા જુદા હાવભાવ દર્શાવે છે અને આ જોઈને ફેન્સને આલિયા યાદ આવી જાય છે.
થોડા સમય પહેલા મુંબઈ એરપોર્ટ પરથી રાહાનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં તે દાદી નીતુ કપૂરને જોઈને ખુશ દેખાતી હતી અને તેને કંઈક કહેતી જોવા મળી હતી. હવે આલિયા ભટ્ટના નવા વીડિયોએ ધૂમ મચાવી દીધી છે.

