જામ્યુકોની સ્ટેન્ડીંગ કમીટીની મીટીંગમાં પાણી વિતરણના નેટવર્ક માટે રૂ.1.18 કરોડ મંજૂર કરાયા છે. જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી.
જેમાં 100 થી 500 એમએમ ડાયાના કે-7 ક્લાસ ડીઆઈસીએલ પાઈપ કન્ફર્મિંગ 3 આઈએસ બીયરીંગ આઈએસઆઈ માર્ક એન્ડ સ્યુટેબલ ફોર યુથ ઓન જોઈન્ટ અંગેની દરખાસ્ત અન્વયે રૂ.8.23 કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો.
100થી 600 એમએમ ડાયાના સીઆઈ સ્લુઝ વાલ્વ ફોર વોટર વર્કસ ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક ઈન જામનગર સિટી વિસ્તાર માટે વાર્ષિક રૂ.1.18 કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. ડીઆઈ ફ્લાન્સ સોકેટ સ્પીગોટ બેન્ડ્ઝ, ટીઝ, રીડ્યુસર એન્ડ કાસ્ટ આર્યન જોઈન્ટ ફોર વોટર ડીસ્ટ્રીબ્યુશન માટેની દરખાસ્તમાં રૂ. 86.98 લાખનો વાર્ષિક ખર્ચ મંજુર રખાયો હતો. સાત રસ્તા સર્કલ, સ્વામી વિવેકાનંદ ગાર્ડન, નેવીલ પાર્ક, આનંદ બાગને ઓપરેશન એન્ડ મેન્ટનન્સ મટે રૂ.7.50 લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.
વોર્ડ નં.1,6,7 માટે કેનાલ બ્રીજના કામ માટે રૂ.5 લાખ, વોર્ડ નં.8,15,16 માટે રૂ.5 લાખનું ખર્ચ મંજુર કરાયું છે. વોટર વર્કસ શાખા માટે ગેલ્વેનાઈઝ તથા બોરીંગ આઈટમ ખરીદી માટે વાર્ષિક રૂ.15લાખનો ખર્ચ મંજુર કરાયું છે.
સિક્યોરીટી સ્ટાફ માટે 13 લાખનું ખર્ચ, સોલીડ વેસ્ટ શાખા માટે બેકહો લોડર નંગ-3 અને ત્રણ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સ સહિતનો રૂ.1.73 કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. ફાયર શાખા હસ્તકના ભંગાર વાહનો વેંચાણ કરવાની દરખાસ્ત અન્વયે રૂ.10.36 લાખની આવક થશે.