Gujarat

ગોંડલમાં 720 એસઆરપી જવાન અને 330 પોલિંગ સ્ટાફે કર્યું મતદાન

લોકસભાની ચૂંટણી અંતર્ગત રાજકોટ જિલ્લામાં આગામી તા.7 મે ૨૦૨૪ના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે. આ મહાપર્વમાં દરેક મતનું અનન્ય મહત્વ છે તેને ધ્યાને લઈને હાલ 15- પોરબંદર સંસદીય મતવિસ્તારમાં પોલીસ તથા અન્ય કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીમાં ફરજરત કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગોંડલ – 73 વિધાનસભા તેમજ જેતપુર, ધોરાજી, ઉપલેટા, પોરબંદર, કુતિયાણા, કેશોદ, માણાવદર તેમજ ગુજરાતની અન્ય વિધાનસભાના કર્મચારીઓ માટે સેન્ટમેરી હાઇસ્કુલ ખાતે ૧૦૫૦ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ દ્વારા મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.જેમાં 720 એસઆરપી જવાનો તેમજ 330 અન્ય પોલિંગ સ્ટાફે બેલેટ પેપરથી મતદાન કર્યું હતું.

સેન્ટમેરી સ્કૂલ ખાતે પોલીસ જવાનો SRP, GRD, BSNL, ST, PGVCL ના સ્ટાફ માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સંદર્ભે ગોંડલ શહેર ઉપરાંત અન્ય ગુજરાત ની વિધાનસભા ના કર્મચારીઓ માટે સેન્ટમેરી સ્કૂલ ખાતે પોલીસકર્મીઓ તેમજ પોલિંગ સ્ટાફ દ્વારા લાંબી કતાર લગાવી હતી. મતદાન સમયે ARO રાહુલ ગમારા, મામલતદાર રાહુલ ડોડીયા,દિપક ભટ્ટ, નાયબ મામલતદાર ડી.એમ. વઘાસિયા, મનીષભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા.