Gujarat

જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોલિકાના 25 ફૂટ સૌથી ઉંચા પૂતળાનું નિર્માણ કરાયું

ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતીવર્ષની જેમ આવર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2024નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહ્યું છેે.

વિશાળ હોલિકાનું પૂતળું બનાવે છે જેનું વજન અંદાજીત 3/4 ટન જેટલું હોય છે જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે આ વિશાળ પુતળાને લઈ વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી શુભાષ માર્કેટ નજીક આવેલ હોલિકાચોક ખાતે લોકો ને દર્શન માટે મુકવામાં આવે છે.

હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરુંપાડે છે જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા અલ્પેશભાઈ વારા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે. તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે,અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું ત્યાર કરે છે. સાંજના સમયે આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકાનું દહન કરવામાં આવે છે. તારીખ 24-3-2024ને રવિવારના રોજ સાંજના સમયે હોલિકાનું દહન થાય છે . હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતાને નિહાળવા પોહચે છે અને અસત્ય ઉપર સત્યની જીતના લોકો સાક્ષી બને છે.