જામનગરના ગુરૂદ્વારા મંદિરમાં વીજળી બચાવવા સોલાર પેનલ લગાગામાં આવી છે. ધાર્મિક જગ્યામાં વીજ બચત માટે ગુરૂદ્વારા સિંગ સભા તથા સહયોગીઓ દ્રારા પ્રેરણાદાયી પગલું ભરવામાં આવ્યું છે.
જામનગર ગુરૂદ્વારામાં 40 કિલો વોટની સોલર પેનલ મંદિર પરિસરના છત પર લગાવવામાં આવી છે. વીજબીલમાં રાહત અને વીજબચત થાય તથા સૌરઊર્જા વધુ ઉત્પાદન કરવા સોલર પ્લાન્ટ લગાવવામાં આવ્યો છે.
જેમાં 73 નંગ સોલાર પેનલ છે. પ્રત્યેક પેનલ 550 વોટની હોય કુલ 40 કિલો વોટ થાય છે. પ્રતિ કિલો વોટ 4 થી 5 યુનિટ વીજળી ઉત્પાદન કરીને આપે છે. ગુરૂદ્વારા સાહેબમાં દિવસ દરમિયાન કુલ 160 થી 200 યુનિટ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે.
જે વિજ યુનિટ સોલાર પાવર જનરેટ થતાં ગુરૂદ્વારાને વર્ષ દરમિયાનવીજ બીલમાં રૂ.5 થી 5.50 લાખ રૂપિયાની બચત થશે. તદઉપરાંત ઉપયોગમાંલીધા બાદ અન્ય યુનિટ બચત કરતાં યુનિટનું વીજ કંપની દ્વારા વળતર પણ મળવા પાત્ર થશે.