Gujarat

રાંતેજ- રૂદાતલ ચોકડી પાસે દારૂ- બિયરનો જથ્થો ભરેલી કાર ઝડપાઈ

દેત્રોજ પોલીસને મળેલી બાતમીને આધારે રાંતેજ- રૂદાતલ ચોકડી પાસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ અને બિયર નો જથ્થો ભરેલી ઇકો કાર ઝડપી પડી હતી.

વિરમગામ વિભાગની પોલીસ દ્વારા દારૂ જુગાર ચોરી જેવી અસામાજિક પ્રવૃત્તિ આચરનારા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવી રહી છે. દેત્રોજ પોલીસ સ્ટેશન આર.એસ રબારી પી.એસ.આઇ અનેઅપોકો નરેશભાઈ ને સંયુક્ત રીતે મળેલી ખાનગી બાતમીને આધારે આરએસ રબારી પી.એસ.આઇ,અહેકો જીતુ સિંહ, ગણેશભાઈ,અપોકો જીગરભાઈ યુવરાજસિંહ સહિતની ટીમ રાંતેજ- રૂદાતલ ચોકડી પાસે વોચમાં ગોઠવાઈ હતી.

દરમિયાન પસાર થતી ઇકો કાર નો ફિલ્મી ડબ્બે પીછો કરતા ચાલક પોલીસને જોઈને કાર મૂકીને નાસી છૂટ્યો હતો. કારનો કબજો મેળવી તેમાંથી ભારતીય બનાવટનો પરપ્રાંતિય વિદેશી દારૂ ની 180 મિલી કાચની બોટલ નંગ-45 જેની બજાર કિંમત રૂપિયા 4500 અને વિવિધ બ્રાન્ડના બીયર ટીન નંગ-240 જેની બજાર કિંમત રૂપિયા 24, 400 અને ઇકો કાર સાથે₹.1,60,300 નો મુદ્દા માલ કબજે કરી નાસી છૂટેલા આરોપી પુરણજી વાઘાજી ઠાકોર તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.