Gujarat

ઉના શહેરમાં ત્રિકોણ બાગ ખાતે રાવણા વાડીમાં એક દિવાળી માનવતાની વૃક્ષો તથા ચકલી ઘરનું વિતરણ કરાયું..

ઉનામાં એક દિવાળી માનવતાની વૃક્ષો વિતરણ  અને ચકલી બચાવો અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં અલગ અલગ વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં લોકોને વૃક્ષો તથા ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉના શહેરમાં ત્રિકોણ બાગ ખાતે રાવણા વાડીમાં એક દિવાળી માનવતાની વૃક્ષ વિતરણ  અને ચકલી બચાવો અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ એ હાજરી આપી હતી. ગ્લોબિંગ વોર્મિંગની અસર ઘટાડવા અને વઘુ વરસાદ આવે તે માટે (એક ઘર એક વૃક્ષ માં ના નામે) રોપવા સંદેશો આપ્યો હતો. આ કાર્યક્રમનું નગર પાલિકા પૂર્વ ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ જોશી (રાધે) સહિતના સેવાભાવી યુવાનો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.  આંબો, ચીકુ, આંબળા, જાંબુ, લીમડો વગેરે વૃક્ષો તેમજ ચકલી ઘરનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.