Gujarat

હાથરસના ફુલરાઈ ગામમાં સત્સંગમાં બનનારી ઘટનામાં અજાણ્યા લોકો વિરુદ્ધ FIR નોંધાઇ

મંગળવારે ઉત્તર પ્રદેશના હાથરસના ફુલરાઈ ગામમાં એક સત્સંગમાં નાસભાગમાં ૧૨૧ ભક્તોના મોત થયા હતા. તો ૩૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ કેસમાં પોલીસે મુખ્ય સેવાદાર દેવ પ્રકાશ અને અજાણ્યા લોકો વિરુદ્ધ હ્લૈંઇ નોંધી છે. પરંતુ આ પોલીસ એફઆઈઆર પર પણ સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે સત્સંગ કરાવનાર ભોલે બાબાનું નામ તેમાં સામેલ નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, સત્સંગનું આયોજન કરવા માટે પરવાનગી લેવામાં આવી હતી, પરંતુ પોલીસ પાસેથી માત્ર ૮૦,૦૦૦ ભક્તોની ભાગીદારી માટે પરવાનગી માંગવામાં આવી હતી.

જેના અનુસંધાને પ્રશાસને સ્થળ પર બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મંગળવારે ૨.૫ લાખથી વધુ ભક્તો સત્સંગમાં આવ્યા હતા. આયોજકોએ પોલીસથી ભક્તોની સંખ્યા છુપાવી હતી. પરંતુ તેના પર પણ સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે સવારથી જ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું હતું અને પોલીસને ૨.૫ લાખ લોકોની ભીડ કેવી રીતે ન દેખાઈ. આ અકસ્માત બાદ પોલીસ અને વહીવટીતંત્રની બંદોબસ્ત વ્યવસ્થા છતી થઇ હતી.

નાસભાગ દરમિયાન પોલીસકર્મીઓ લાચાર દેખાયા હતા. જ્યારે મૃતદેહો હાથરસના ટ્રોમા સેન્ટરમાં પહોંચવા લાગ્યા ત્યારે ત્યાં કોઈ વ્યવસ્થા નહોતી. એક ભક્તે જણાવ્યું કે જ્યારે તે ટ્રોમા સેન્ટરમાં ગયો, ત્યારે માત્ર એક જુનિયર ડોક્ટર અને એક ફાર્માસિસ્ટ હાજર હતા. સીએમઓ પણ હાજર રહ્યા ન હતા. તે દોઢ કલાક પછી હોસ્પિટલ પહોંચ્યો. શરૂઆતમાં ડૉક્ટરો ઘાયલોને સ્ટ્રેચર પર જ પ્રાથમિક સારવાર આપતા હતા.

જાે સ્થિતિ ગંભીર હતી તો તેને રિફર કરવામાં આવ્યો હતો. આ અકસ્માત લગભગ ૨ વાગ્યાની આસપાસ થયો હતો. જ્યારે ભોલે બાબા સત્સંગની સમાપ્તિ પછી વિદાય લેવા લાગ્યા ત્યારે ભક્તો તેમના ચરણોની ધૂળને સ્પર્શ કરવા આગળ આવ્યા. પછી ધક્કા-મુક્કી શરૂ થઈ. લોકો એકબીજા પર પડવા લાગ્યા. નાસભાગ મચી ગઈ. સ્થળની નજીક એક દલદલી મેદાન હતું, ઘણા લોકો અહીં અટવાઈ ગયા હતા.

ઘણા લોકો કાદવમાં પડી ગયા. ઘણી સ્ત્રીઓ બેભાન થઈ ગઈ. પોલીસના જણાવ્યા અનુસાર, જ્યારે સ્થળ પર નાસભાગ થઈ રહી હતી, ત્યારે સેવાદાર અને આયોજકો ચૂપચાપ જાેઈ રહ્યા હતા. કોઈએ સહકાર આપ્યો નહીં. પછી એક પછી એક તેઓ સરકી ગયા. પોલીસ પોતે ઘાયલોને હોસ્પિટલ લઈ ગઈ. પીએમ મોદી અને સીએમ યોગીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સીએમ યોગીએ અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. આ માટે વરિષ્ઠ અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમમાં ડીઆઈજી રેન્કના અધિકારીઓનો સમાવેશ થાય છે.

આ દુર્ઘટનાનું કારણ અતિશય ગરમી અને ભેજ હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. એક ભક્તે જણાવ્યું કે તેઓ સવારે ૮ વાગ્યાથી સત્સંગ સાંભળવા આવ્યા હતા. પરંતુ બપોર પછી તે અત્યંત ગરમ અને ભેજવાળું બનવા લાગ્યું હતું. ભક્તો માત્ર ઇચ્છતા હતા કે સત્સંગ સમાપ્ત થાય અને ઘરે જાય. સત્સંગ પૂરો થતાં જ લોકો બહાર આવવા માટે દોડવા લાગ્યા. પછી તેઓ એકબીજાને ધક્કો મારવા લાગ્યા. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી.

આ દરમિયાન આગરા પ્રશાસને ભોલે બાબાના સત્સંગ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ સત્સંગ ૪ જુલાઈના રોજ યોજાવાનો હતો. આયોજકોએ આ માટે તૈયારીઓ પણ કરી લીધી હતી. નાયબ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી પણ પરવાનગી લેવામાં આવી હતી. યુપીના સીએમ યોગી આદિત્યનાથે અકસ્માતની તપાસના આદેશ આપ્યા છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.