Gujarat

દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન પ્લેનના વ્હીલમાં આગ લાગી

લુફ્થાન્સા એરલાઈન્સના A-૩૮૦ પ્લેનના એક વ્હીલમાં અચાનક આગ લાગી, દિલ્હીના IGI એરપોર્ટ પર સલામત રીતે ઉતરવામાં સફળ રહ્યું

દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોમવારે રાત્રે જર્મનીના મ્યુનિકથી આવેલા લુફ્થાન્સા એરલાઈન્સના A-૩૮૦ પ્લેનના એક વ્હીલમાં અચાનક આગ લાગી હતી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, લેન્ડિંગ સમયે પ્લેનમાં લગભગ ૪૯૦ મુસાફરો સવાર હતા. જાે કે, વિમાન એરપોર્ટ પર સલામત રીતે ઉતરવામાં સફળ રહ્યું અને તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. એરલાઇનના પ્રવક્તાએ એક નિવેદન કહ્યું કે, ‘ફ્લાઇટ નંબર LH-763 દિલ્હીના IGI એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતરી ગઈ છે.

નિયંત્રિત લેન્ડિંગ પછી તપાસની જરૂરિયાત અને સ્પેરપાર્ટ્‌સની ઉપલબ્ધતા ન હોવાને કારણે, એરક્રાફ્ટને થોડા સમય માટે આગળની ઉડાન માટે ર્દ્ગં્‌ છફછૈંન્છમ્ન્ઈ ની કેટેગરીમાં રાખવામાં આવ્યું છે. સૂત્રોએ જણાવ્યું છે કે પ્લેન લેન્ડિંગ કરતી વખતે તેના એક વ્હીલમાં આગ લાગી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુસાફરોને બોર્ડિંગ પાસ આપવામાં આવ્યા હોવા છતાં આ ઘટનાને કારણે પરત ફ્લાઇટ નંબર LH-763 રદ કરવામાં આવી હતી. લુફ્થાન્સાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એરક્રાફ્ટ ૩ જુલાઈના રોજ રાષ્ટ્રીય રાજધાનીથી મ્યુનિક માટે DAIMC ફ્લાઇટ LH-763નું સંચાલન કરશે.