Gujarat

ઉનાના કેસરિયા ગામમાં રામદેવપીર દાદાની મૂર્તિની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય કાર્યક્રમ યોજાયો

ગામના તેમજ આજુબાજુનાં ગામો માંથી હજારોની સંખ્યામાં લોકો જોડાયા…ધાર્મિક પ્રસંગે ઉમેદવાર રાજેશભાઇ ચુડાસમા હાજરી આપી..

ઉનાના કેસરિયા ગામમાં રામદેવપીર દાદાની મૂર્તિની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ગામના તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ ધાર્મિક પ્રસંગે મહાપ્રસાદ રાખવામા આવેલ છે. તેમજ આવતી કાલે પૂર્ણાહુતી થશે.
ભજન-ભાવ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે ઉના તાલુકાના કેસરિયા ગામ આજથી ત્રીસ વર્ષ થયે ભગત પાંચાભાઈ ઈશ્વરની શ્રદ્ધા અને ગામના સથવારે શ્રી રામદેવજી મહારાજનો મંડપ સંપન્ન કરેલ છે. અને આટલા વર્ષો બાદ પહેલી કહેવત પ્રમાણે કે સમય-સંજોગ અને સમાધાનનો સંગમ થાય ત્યારે ગમે તેવું ભગીરથ કાર્ય આસાન બની જાય છે. બસ તેવી જ રીતે સમસ્ત કેસરિયા ગામ શ્રી રામદેવ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાના સેવા યજ્ઞમાં જોડાય ગયું અને ભક્તિ એકતા અને સમાનતાનું ઘોડાપુર વહ્યું હતું. તા.26 એપ્રિલ સુઘી ત્રિદિવસીય ધાર્મિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આશરે 30 હજાર વ્યક્તિઓ ભોજન પ્રસાદ લે તેવી વ્યવસ્થા સાથેનું ભવ્ય આયોજન કરાયું છે.
કેશરીયા ઞામ સમસ્ત દ્વારા આયોજીત રામદેવપીર દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આજે જુનાગઢ જિલ્લાના ભાજપ પક્ષના ઉમેદવાર એવા રાજેશભાઇ ચુડાસમા કેશરીયા ઞામનાં આમંત્રણને માન આપી રામદેવપીર દાદાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે ધાર્મીક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. અને પોતાના માતાના નામે રૂ.1,11,111(એક લાખ અગીયાર હજાર એકસો અગિયાર) રામદેવપીર દાદાના સાનિધ્યમાં દાનની રકમ અર્પણ કરી હતી. આ ધાર્મિક કાર્યક્રમમાં ગામ સમસ્ત દ્વારા રાજેશભાઇ ચુડાસમાને અભિનંદન પાઠવ્યા હતા.