Gujarat

ખંભાળિયા ખોડિયાર મંદિરે 25 વર્ષથી ચાલે છે પદયાત્રી કેમ્પ

ખંભાળીયામાં ખોડિયાર માતાજીના મંદિરે ચાલતો દ્વારકા ફુલડોલ ઉત્સવનો પદયાત્રી કેમ્પની સેવા આ વખતે 25માં વર્ષમાં પ્રવેશી છે.હાલ ઢગલાબંધ કેમ્પો તથા પદયાત્રી 5/7 કી.મી. ચાલે એટલે એક સેવા કેમ્પ મળે તેની સામે આજથી 25 વર્ષ પહેલાં 1999માં ખોડિયાર માતાજીના મંદિરે આ સેવા કેમ્પ શરૂ થયેલો ત્યારે ગણ્યા ગાંઠ્યા કેમ્પો હતા તથા જૂજ લોકો નીકળતા ત્યારનો આ કેમ્પ ચાલુ છે.દરરોજ હજારો પદયાત્રીઓ કેમ્પનો લાભ લ્યે છે.

દાતાઓના સહયોગથી મંદિરના ટ્રસ્ટી અને આગેવાનો રામભાઈ ગઢવી, ભીખુભા જાડેજાના સહયોગથી 25 વર્ષીથી દિવુભાઈ સોની, અશોકભાઈ કાનાણી, ભવદીપ રાયચુરા, મિત સવજાણી, નિમિષ સોનેરા, જેઠવાભાઈ, મહેન્દ્રસિંહ જાડેજા સહિતના સેવાભાવીઓ દ્વારા ગઈકાલથી આ કેમ્પ શરૂ કરાયો છે. તથા આગામી તા. 23-03 સુધી આ સેવા કેમ્પ ચાલુ રહેશે. ખોડિયાર માતાજીના મંદિરનો આ સેવા કેમ્પ એટલો પ્રસિધ્ધ છે કે,સાંસદ પૂનમબેન માડમ પણ અહીં આવીને સ્વંય સેવક બહેનો સાથે રોટલા ઘડવામાં જોડાય છે. ગામના લોકો અહીં પદયાત્રીઓની સેવા માટે ભાઈઓ બહેનો ઉમટે છે. ચા નાસ્તો, સવાર સાંજ મિસ્ટાન સાથે ભોજન, ડૉક્ટરી વ્યવસ્થા પગચપી, માલીશ તથા મેડિકલ સારવાર વ્યવસ્થા માટેનો આ કેમ્પ અનોખો છે. જેનો લાભ રાતવાસા માટે પણ મોટી સંખ્યામાં પદયાત્રીઓ કરે છે.