રાણપુર તાલુકાના અંતિમ વ્યક્તિ સુધી કાયદાકીય સુરક્ષા પ્રત્યે જાગૃતતા લાવવાના હેતુથી આજરોજ આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત બોટાદ જીલ્લાના રાણપુરમાં જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ બોટાદ તથા તાલુકા કાનુની સેવા સમિતિ રાણપુર દ્રારા માન. પ્રિન્સીપાલ જીલ્લા ન્યાયધીશ અને અધ્યક્ષ ના માર્ગદર્શન હેઠળ, મહે.ફુલ ટાઇમ સેક્રેટરી તથા પ્રિન્સીપાલ સિવિલ કોર્ટ રાણપુર ના મહે.પ્રિન્સીપાલ સિવિલ જજ તથા ચેરમેન દ્રારા “લીગલ અવેરનેસ” મેગા કેમ્પ રાખવામાં આવેલ હતો. જેનો આશરે ૧૪૦૦ થી વધુ લોકોએ લાભ લીધો હતો જેમને પેમ્પલેટ વિતરણ કરવામાં આવેલ હતુ. રાણપુર ગામના તથા તાલુકાના આસપાસનાં સ્ત્રી, પુરુષ, બાળકો, સિનિયર સીટીજન વગેરેએ ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં નાલસાની ૧૪ સ્કીમ તેમજ પોક્સો કાયદાની માહીતી આપતા પેમ્પલેટનું વિતરણ કરવામાં આવેલ તેમજ મુંજવતા પ્રશ્નો અને નિરાકરણ કરતા દરેક સ્કીમની માહીતી આપવામાં આવી હતી.જીલ્લા કાનુની સેવા સત્તા મંડળ બોટાદ તથા તાલુક કાનુની સેવા સમિતિ રાણપુર દ્રારા મળતી મફત કાનુની સહાય અંગે સમજણ આપવામાં આવી હતી…