આઇ.જી.શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર જીલ્લા નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહિ જુગારની પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધી નો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારને પ્રોહિની પ્રવુતિ/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવ્રુતી સદંતર રીતે નેસ્ત નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચના કરેલ જે અંન્વયે કે.એચ.સુર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એ.આર.ડામોર પો.સ.ઈ રંગપુર પોલીસ સ્ટેશન નાઓ સ્ટાફના પોલીસ માણસો સાથે પો.સ્ટે વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ધમોડી ગામની શીમમા ઓરસંગનદીના પટમાથી એક હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર.GJ-06-JD-6708 ની સાથે આરોપી ગુલસીંગભાઇ થાવરીયાભાઇ રાઠવા ઉ.વ. ૩૧ રહે. અંબાલા અંબાલી ફળીયા તા.જી.છોટાઉદેપુર નાઓને ભારતીય બનાવટના પ્લા.ની ૧૮૦ મીલીની બોટલો કુલ નંગ-૬૨૫ કિ.રૂ.૬૮,૭૫૦/- તથા હીરો સ્પલેન્ડર પ્લસ મોટર સાયકલ નંબર.GJ-06-JD-6708 કિં.રૂ.૩૦,૦૦૦/- ની સાથે મળી મળી કુલ કિંમત રૂપીયા ૯૮.૭૫૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
