Gujarat

જેતપુરમાં દેશી બનાવટની પિસ્ટલ સાથે શખ્સ ઝડપાયો

શહેરના જિમખાના મેદાન વિસ્તારમાંથી દેશી બનાવટની પિસ્ટલ સાથે યુવક ઝડપાયો
જેતપુરમાં જિમખાના મેદાન વિસ્તારમાં દેશી બનાવટની  20 હજારની કિંમતની પિસ્ટલ લઈને ફરતાં યુવાનની જેતપુર પોલીસ ટીમે પૂર્વ બાતમીના આધારે આબાદ રીતે ઝડપી લઈ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગતો મુજબ લોકસભાની ચુંટણી સંદર્ભે ચાલી રહેલ આચાર સંહિતાની કડક અમલવારી કરવા માટે જેતપુર પોલીસે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું એ દરમિયાન બાતમીના પગલે પોલીસે જેતપુરના જીમખાના મેદાનમાંથી મેદાનના મુસ્લિમ યુવક દેશી બનાવટની પિસ્તોલ સાથે બેઠો હોય જેથી જેતપુર સીટી પોલીસ ટીમે જેની અંગ ઝડતી કરતા પેન્ટમાં કમરના ભાગેથી એક હાથ બનાવટની પિસ્ટલ મળી આવી હતી.
જેનાં પગલે ઈસમની કડકાઈથી પૂછતાંછ કરી હતી. એમાં જેતપુરના તકિયા શેરીમાં રહેતો જુનેદ વલીભાઈ ચૌહાણ ઉંમર વર્ષ 35 ની પોલીસે  અંગે પૂછતાંછ કરતાં જુનેદે ચુપકીદી સાધી લઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેનાં પગલે પોલીસે 20 હજારની કિંમતની પિસ્ટલ કબ્જે લઈ ધરપકડ કરી વધુ પૂછતાંછ શરૂ કરી કરી પોલીસ સ્ટેશન ખાતે આર્મ્સ એક્ટ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી