જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત 17 આંગણવાડીઓને સ્માર્ટ બનાવાવમાં આવી છે. જેમાં બાળકો માટે મેદાનમાં ઝુલા લપસીયા તેમજ અન્ય રમત ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. જેને પગલે આંગણવાડીમાં બાળકોની સંખ્યામાં વધારો થયો છે જામનગર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આઈસીડીએસ શાખાની 17 આંગણવાડીઓ સ્માર્ટ બનાવવામાં આવી છે તેમજ આગામી દિવસોમાં હજુ 19 આંગણવાડી કેન્દ્રને સ્માર્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ આંગણવાડીમાં સ્માર્ટ ટીવી પૂર્વ પ્રાથમિક શિક્ષણની કીટ, આંગણવાડીના કેન્દ્રમાં ઝુલા લપસીયા તેમજ અન્ય રમત ગમતના સાધનો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત કેન્દ્રની અંદર બાળકો આકર્ષાય તે રીતના અંદર અને બહારની દીવાલો પર પ્રાથમિક શિક્ષણ અંગેનું પેઇન્ટિંગ તેમજ ચિત્રકામ કરાવવામાં આવ્યું છે. આમ આંગણવાડી કેન્દ્ર સ્માર્ટ બનતા કેન્દ્રમાં બાળકોની સંખ્યામાં પણ વધારો થયો છે.